બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / China husband wife story bride groom Su Xiangmao Zhai Xinxin Beijing IT company

ચોંકાવનારી ઘટના / Oh My God ! લગ્ન પહેલા કન્યાએ મુકી એવી શરત કે તે પૂરી કરતા કરતા વરરાજાએ જ કરી લીધી આત્મહત્યા

Pravin Joshi

Last Updated: 04:27 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગ્ન પહેલા એક દુલ્હને વર સામે એવી શરત મૂકી કે જે પૂરી કરતા જ બિચારાએ આ દુનિયા છોડી દીધી. હવે આ મામલે કોર્ટનો નિર્ણય પણ આવી ગયો છે.

  • ચીનમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો 
  • લગ્ન પહેલા છોકરીએ ભાવિ પતિ સામે શરત મૂકી 
  • લગ્ન પહેલા દરરોજ 6 લાખ રૂપિયા મોકલવાની શરત
  • હવે આ મામલે કોર્ટનો નિર્ણય પણ આવી ગયો 

આજકાલ લગ્નો પણ નફા માટે થઈ રહ્યા છે. આમાં પ્રેમ નામની કોઈ વસ્તુ નથી. તમે આવા ઘણા કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે, જેમાં વરરાજા લગ્ન પછી તરત જ ઘરેણાં અને લગ્નની તમામ વસ્તુઓ લૂંટીને ભાગી જાય છે, પરંતુ ચીનમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગ્ન પહેલા એક છોકરીએ પોતાના ભાવિ પતિ સામે એવી શરત મૂકી કે તેને પૂરી કરતા છોકરાએ આત્મહત્યા કરી લીધી. ખરેખર, છોકરીની શરત એવી હતી કે છોકરાએ તેને લગ્ન પહેલા દરરોજ 6 લાખ રૂપિયા મોકલવા જોઈએ અને આશ્ચર્યની વાત એ છે કે છોકરો તેને રોજ આટલા પૈસા મોકલતો હતો. આ વિચિત્ર કિસ્સો ચીનના બેઈજિંગનો છે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. 

ઝિયાંગમાઓના ભાઈએ સોશિયલ મીડિયા પર તેની સુસાઈડ નોટ શેર કરી 

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં બેઈજિંગમાં એક આઈટી કંપનીના સ્થાપક સુ ઝિઆંગમાઓ 43 વર્ષીય ઝાઈ ઝિનક્સિનને મળ્યા હતા. તેઓ એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. ત્યારપછી તેમની વચ્ચે વાતચીત થઈ અને વાત લગ્ન સુધી પહોંચી. પરંતુ તેમના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. ઝિયાંગમાઓએ માત્ર બે મહિનામાં ગગનચુંબી ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. અહેવાલો અનુસાર, ઝિયાંગમાઓના ભાઈએ સોશિયલ મીડિયા પર તેની સુસાઈડ નોટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે 'મારી ખૂબ જ દુષ્ટ પત્ની ઝાઈ જિનક્સિનના કારણે હું આત્મહત્યા કરવા મજબૂર થયો છું'. જ્યારે જિયાંગમાઓના પરિવારે જિનક્સિન વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો ત્યારે એવી બાબતો સામે આવી કે જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. 

લગ્નના નામે કરોડોની લૂંટ 

કોર્ટને ખબર પડી કે ઝિયાંગમાઓએ પહેલી મુલાકાતથી લઈને લગ્નના દિવસ સુધી જિનક્સિનને અનેક લક્ઝરી કાર, લાખોની કિંમતના ઘરેણાં અને 3 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા આપ્યા હતા. વાસ્તવમાં જિનસિને એક શરત મૂકી હતી કે જ્યાં સુધી તે તેની સાથે લગ્ન કરવા તૈયાર ન થાય ત્યાં સુધી તે દરરોજ તેના ખાતામાં 50 હજાર યુઆન એટલે કે લગભગ 6 લાખ રૂપિયા ટ્રાન્સફર કરતો રહેશે. આટલું જ નહીં જિઆંગમાઓને બ્લેકમેલ કરીને જિનક્સિને ફ્લેટ અને અન્ય ઘણી પ્રોપર્ટી પણ તેના નામે કરાવી લીધી હતી. 

કોર્ટે સંપૂર્ણ રિફંડનો આદેશ આપ્યો 

જોકે કોર્ટે સ્વીકાર્યું હતું કે જિનક્સિને સ્પષ્ટપણે ઝિઆંગમાઓ સાથે તેના પોતાના ફાયદા માટે લગ્ન કર્યા હતા, તેને બ્લેકમેલ કર્યો હતો અને લાખો રૂપિયાની લૂંટ કરી હતી. કોર્ટે જિનક્સિન અને તેના પરિવારને શિયાંગમાઓએ આપેલા તમામ પૈસા અને સંપત્તિ પરત કરવાનો આદેશ આપ્યો છે અને આ માટે 120 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તે આ સમય મર્યાદામાં પૈસા અને સંપત્તિ પરત નહીં કરે તો તેણે દરરોજ એક લાખ યુઆન એટલે કે લગભગ 12 લાખ રૂપિયા દંડ તરીકે ચૂકવવા પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ