ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / China claims Bhutan land in its bid to pressure India

દબાણ / ભારત પર દબાણ લાવવા ચીનની નવી ચાલ, અરૂણાચલ નજીકની ભૂટાન સરહદ પર બગાડી નજર

Published By: Gayatri

Last Updated: 07:58 AM, 6 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના પાડોશી દેશો સાથે સરહદ વિસ્તારમાં મોરચો ખોલનાર ચીને હવે પહેલી વખત માન્યું કે તેના ભૂટાન સાથે પૂર્વી વિસ્તારમાં સરહદ વિવાદ છે. ચીનની આ સ્વીકૃતિ ભારત માટે એટલા માટે મહત્વની માનવામાં આવે છે કે ભૂટાનની પૂર્વી સરહદ અરૂણાચલપ્રદેશ સાથે જોડાય છે, જેના પર વિસ્તારવાદી ચીન પોતાનો નાપાક દાવો જણાવી રહ્યું છે. ચીનનું કહેવું છે કે તેનો ભૂટાન સાથે ક્યારે સરહદ વિવાદ શાંત થયો નથી.

ADVERTISEMENT

એક મીડિયા રિપોર્ટ મુજબ ચીનના વિદેશ મંત્રાલયે મંદારિન નિવેદનમાં કહ્યું કે ભૂટાન સાથે ઘણા સમયથી પૂર્વી, મધ્ય અને પશ્ચિમી વિસ્તારની સરહદ પર વિવાદ ચાલે છે. ભારત તરફ ઇસારો કરતા ચાલાક ચીને કહ્યું કે કોઇ ત્રીજા પક્ષે ચીન-ભુટાન સરહદ વિવાદમાં પડવાની જરૂર નથી. 

જ્યારે ભૂટાનના સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ ચીન અને ભૂટાન વચ્ચે પૂર્વી વિસ્તારમાં ક્યારેય સરહદ વિવાદને લઇને વાતચીત થઇ નથી. બંને પક્ષોએ મધ્ય અને પશ્ચમી વિસ્તારમાં સરહદ વિવાદ ચાલી રહેલાની પુષ્ટી કરી હતી. એટલુ નહી પરંતુ વિવાદનું નિરાકરણ લાવવા માટે એક સમજૂતિ પર સહમતિ પણ બની હતી. 

ચીન અને ભૂટાને 1984થી 2016 સુધીમાં 24 વખત બેઠક કરી. પરંતુ આ દરમિયાન માત્ર પશ્ચિમ અને મધ્ય વિસ્તાર પર વિવાદ પર ચર્ચા થઇ હતી. જ્યારે પૂર્વી વિસ્તારના સરહદી વિવાદ અંગે ચીને પ્રથમ વખત જણાવ્યું છે. ભૂટાનના એક જાણકારે જણાવ્યું કે આ ચીનનો પહેલી વખત નવો દાવો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bhutan China India ચીન ભારત ભૂટાન સીમા વિવાદ india china border conflict

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ