Team VTV03:54 PM, 12 Dec 20
| Updated: 04:03 PM, 12 Dec 20
RBI એ દગાખોરીથી બચવા માટે 1 જાન્યુઆરીથી સકારાત્મક પેમેન્ટ વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેના આધારે 50000 રૂપિયાથી વધારેના પેમેન્ટના ચેકની ફરીથી તપાસ કરાશે. બેંક 5 લાખ અને તેનાથી વધારેની રકમના ચેક માટે આ વ્યવસ્થા અનિવાર્ય કરી શકે છે.
RBI કરશે નવા નિયમ લાગૂ
1 જાન્યુઆરીથી ચેક પેમેન્ટના નિયમમાં આવશે ફેરફાર
દગાખોરીથી બચવા માટે RBIએ લીધા ખાસ પગલાં
આ માહિતી આપવાની રહેશે
સકારાત્મક પેમેન્ટ વ્યવસ્થાના આધારે ચેક જાહેર કરનારને એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ કે એટીએમ જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમથી ચેકને વિશે કેટલીક માહિતી આપવાની રહેશે. તેમાં તારીખ, લાભાર્થીનું નામ, પ્રાપ્તકર્તા અને રકમની જાણકારી આપવાની રહેશે.
જો માહિતી અલગ હશે તો કરાશે કાર્યવાહી
આ ચેકને પાસ કરતા પહેલાં તેની તપાસ કરીને ખાતરી કરવામાં આવશે. જો કોઈ ભૂલ કે ફેરફાર જણાશે તો તેની જાણકારી ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમને આપવામાં આવશે. અદાકર્તા બેંક અને પ્રસ્તુત કરનાર બેંકને માહિતી આાપવાની રહેશે અને પછી તેને રિજેક્ટ કરવા માટેના પગલાં લેવામાં આવશે.
5 લાખથી વધારેની રકમ પર લાગૂ થઈ શકે છે આ નિયમ
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સકારાત્મક પેમેન્ટની સુવિધા વિકસિત કરશે અને પ્રતિભાગી બેંક માટે તેને આપવામાં આવશે. આરબીઆઈએ કહ્યું કે ત્યારબાદ બેંક 50000 રૂપિયા અને તેનાથી ઉપરના પેમેન્ટ માટે ખાતાધારકોને માટે તેને લાગૂ કરશે. આા સુવિધાનો લાભ લેવાનો નિર્ણય ખાતાધારકો કરશે. બેંક 5 લાખ કે તેનાથી વધારે રાશિના કેસમાં આ અનિવાર્ય કરી શકે છે.
કેન્દ્રીય બેંકે કહ્યું કે સકારાત્મક પેમેન્ટ પ્રણાલી 1 જાન્યુઆરી 2021થી લાગૂ થશે. બેંકોએ આ વિશે એસએમએસની મદદથી ગ્રાહકોને જાણ કરવાની રહેશે. સાથે શાખાઓ, એટીએમની સાથે સાથે વેબસાઈટ અને ઈન્ટરનેટ બેંકિંગ પર તેની જાણકારી આપવાની રહેશે.