બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નોકરી કરવી હોય તો આવી કંપનીમાં કરાય! ક્રિસમસ પર કર્મચારીઓને આપી કાર અને બાઈકની ગિફ્ટ

ધન્ય ઘડી / નોકરી કરવી હોય તો આવી કંપનીમાં કરાય! ક્રિસમસ પર કર્મચારીઓને આપી કાર અને બાઈકની ગિફ્ટ

Last Updated: 12:13 AM, 23 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈની એક કંપનીએ પોતાના કર્મચારીઓને કાર અને બાઈક ભેટમાં આપી છે. કંપનીના માલિકે કહ્યું કે તેમણે કર્મચારીઓની મહેનત અને સમર્પણને જોતા તેમને આ ભેટ આપી છે.

ચેન્નાઇની એક કંપનીએ ક્રિસમસ પર પોતાના કર્મચારીઓને મોંઘી ગિફ્ટ આપી છે. સરમાઉન્ટ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડે તેના કર્મચારીઓને ટાટા કાર, એક્ટિવા અને બાઇક ગિફ્ટમાં આપી છે. કંપનીના માલિકે કર્મચારીઓની મહેનત અને સમર્પણને માન આપીને આ ભેટ આપી છે. મળતી માહિતી પ્રમાણે, કંપનીના 20 કર્મચારીઓએ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો, જે બાદ માલિકે તેમને કાર, બાઈક અને સ્કૂટી ભેટમાં આપ્યા હતા.

car-12_6_0

આ કંપની લોજિસ્ટિક્સ સેક્ટરના સામાન્ય પડકારો જેમ કે નૂર પરિવહનમાં વિલંબ, બિનકાર્યક્ષમ સપ્લાય ચેઈન સોલ્યુશન્સનું સમાધાન લાવે છે. કંપનીના સ્થાપક અને એમડી ડેન્ઝિલ રાયાને નિવેદનમાં જણાવ્યું હતું કે અમારું મિશન બધા જ આકારના બિઝનેસ માટે લોજિસ્ટિક્સને સરળ બનાવવાનું છે. અમારો ધ્યેય એવા સમાધાન પૂરા પાડવાનો છે જે માત્ર કાર્યક્ષમ નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યે સભાન છે.

PROMOTIONAL 11

વધુ વાંચો:ભણવાનું છોડીને ફોનમાં ચોંટેલી હતી 'પાપા કી પરી', મમ્મીએ ભણાવ્યો બરાબરનો પાઠ, જુઓ વીડિયો

હીરાના વેપારીઓએ પણ મોંઘી વસ્તુઓ આપી છે

કર્મચારીઓની ગિફ્ટ બાબતે તેમણે જણાવ્યું હતું કે આવી પહેલ કર્મચારીઓની ઉત્પાદકતામાં વધારો કરે છે અને કંપની પ્રત્યે તેમના લગાવ વધારે છે. પ્રેરિત કર્મચારીઓ હંમેશા તેનું ઉત્તમ આપે છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારનું આ પહેલું ઉદાહરણ નથી. આ અગાઉ હીરા ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ પણ કર્મચારીઓને કાર અને મકાનો ભેટમાં આપ્યા હતા. ધોળકિયા ખાસ પ્રસંગોએ પોતાના કર્મચારીઓને મોંઘા ફ્લેટ, લક્ઝરી કાર અને જ્વેલરી આપીને સમાચારમાં રહે છે. તેમનું માનવું છે કે કર્મચારીઓને ખુશ રાખવાથી જ તેમને વધુ સારું પ્રદર્શન કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SLSPL Luxury gift Chennai News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ