ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / આરોગ્ય / Change the timing of meals to fit the stomach, know when to have breakfast, lunch and dinner

Health Tips / પેટ અંદર કરવા માટે બદલો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવાનો સમય, બટરની જેમ ઓગળી જશે ચરબી

Published By: Megha

Last Updated: 05:29 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના હેલ્થ એક્સપર્ટ માને છે કે જો આપણે યોગ્ય સમયે નાસ્તો, લંચ અને રાત્રિભોજન ન કરીએ તો તેના કારણે આપણું વજન વધી શકે છે.

ADVERTISEMENT

  • સુવા અને ખાવાના સમય વચ્ચે કેટલો ગેપ રાખવો? 
  • નિંદર આવે તે પહેલા કરી લો ડિનર 
  • બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવાનો સાચો સમય 

વજન વધવું એ હંમેશા લોકો માટે એક મોટી સમસ્યા રહી છે પણ ખાસ કરીને કોરોનાકાળ સમયે લોકડાઉન અને એ પછી વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે લોકોની શારીરિક ગતિવિધિઓ ઘણી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, જેના કારણે ઘણા યુવાનો અને આધેડ વયના લોકોમાં ચરબી વધી ગઈ હતી અને હવે ફિટ થવું અને પેટ અંદર રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. વજન ઘટાડવા લોકો નતનવીન પેત્રા અપનાવે છે  અને એમાં ઘણી વખત આપણને લોકો હેવી કસરત અને હેલ્થી ફૂડની આદતોનું પાલન કરવાની સલાહ આપે છે પણ મોટાભાગના હેલ્થ એક્સપર્ટ માને છે કે જો આપણે યોગ્ય સમયે નાસ્તો, લંચ અને રાત્રિભોજન ન કરીએ તો તેના કારણે આપણું વજન વધી શકે છે. 

ખાવાના ટાઈમિંગને લઈને એક્સપર્ટની સલાહ 
ડાયટીશીયનની સલાહ મુજબ આપણે ત્રણેય વખત આહારનો એક સમય નક્કી કરવો જોઈએ અને દરરોજ તેનું પાલન કરવું જોઈએ. જો એમ કરશું તો થોડા સમયમાંમ જ વજન ઓછો થવા લાગશે અમે બોડી શેપમાં ફરક દેખાશે.

સુવા અને ખાવાના સમય વચ્ચે કેટલો ગેપ રાખવો? 
એક્સપર્ટની સલાહ અનુસાર ભોજન પછી શરીર જેટલો લાંબો સમય સક્રિય રહેશે એટલી કેલરી વધુ બર્ન થશે. જો આમ ન થાય તો કમર અને પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે, એટલા માટે જ જમ્યા પછી તરત જ સૂવાની મનાઈ  કરવામાં આવે છે. રાત્રે અથવા દિવસે સૂવાના 3 કલાક પહેલા ખોરાક લેવો જોઈએ.

નિંદર આવે તે પહેલા કરી લો ડિનર 
તમારે ઊંઘ આવે તે પહેલાં તમારે ખોરાક લેવો જોઈએ કારણ કે ઊંઘ આવે એ પહેલા આપણું શરીર મેલાટોનિન છોડવાનું શરૂ કરે છે અને એ સમય સુધીમાં જમી લેવું જોઈએ. 

બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવાનો સાચો સમય 
ઘણા સર્વે અનુસાર, સવારનો નાસ્તો કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 7:00 વાગ્યે, લંચ 12:30 વાગ્યે અને ડિનર લગભગ 7:00 વાગ્યાની આસપાસ કરી લેવું જોઈએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

health tips વજન હેલ્થ એક્સપર્ટ Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ