બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રેમ પ્રકરણમાં ખેડામાં થયું ધીંગાણું, 50 લોકોના ટોળાએ કર્યો હુમલો, મુંબઈની યુવતીએ કરી ફરિયાદ
Last Updated: 10:46 AM, 30 June 2026
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં પ્રેમ પ્રકરણને લઈને ધીંગાણાની ઘટના સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગજાનંદ સોસાયટીમાં થયેલી આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. ઘટનામાં નડિયાદ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય અને તેમના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાને લઈને બંને પક્ષ તરફથી અલગ-અલગ આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે કેસ વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય વિપુલ સોઢા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ હુમલો પોલીસની હાજરીમાં જ થયો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને હુમલો કરવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
વિપુલ સોઢાને બચાવવા માટે તેમના ભાઈ મેહુલ સોઢા વચ્ચે પડ્યા હતા. દરમિયાન હુમલામાં તેમને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હુમલાની ઘટનામાં બંને ભાઈઓને ઈજા થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આક્ષેપ મુજબ, 50થી વધુ લોકોના ટોળા સાથે હુમલો કરવા માટે લોકો આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. પોલીસ સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી એકત્ર કરી રહી છે અને બંને પક્ષના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
બીજી તરફ આ સમગ્ર મામલામાં નવો વળાંક પણ આવ્યો છે. વિપુલ સોઢાના ભાઈ સામે મુંબઈની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેને પ્રેમજાળમાં ફસાવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. આ મામલે યુવતીએ જિલ્લા પોલીસ વડા (SP)ને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં અસામાજિક તત્વોનો આતંક, પૈસાની લેતીદેતીમાં કુડાસણ પાસે યુવક પર જીવલેણ હુમલો
ADVERTISEMENT
સમગ્ર ઘટનાને લઈને નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે બંને પક્ષની ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. ઘટના દરમિયાન શું બન્યું, હુમલાના કારણો શું હતા અને બંને પક્ષના આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે અંગે તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.