ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાસ્મો કૌભાંડઃ નલ સે જલ કૌભાંડમાં 2 કોન્ટ્રાક્ટરની ધરપકડ, કુલ 43 પકડાયા

કાર્યવાહી / વાસ્મો કૌભાંડઃ નલ સે જલ કૌભાંડમાં 2 કોન્ટ્રાક્ટરની ધરપકડ, કુલ 43 પકડાયા

Published By: Priykant Shrimali

Last Updated: 11:05 AM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahisagar Nal Se Jal Scam : મહીસાગરના નળ સે જળ કૌભાંડમાં વધુ બે કોન્ટ્રાક્ટરની ધરપકડ, CID ક્રાઇમે કાર્યવાહી તેજ કરી, જાણો અત્યાર સુધી શું-શું થયું ?

ADVERTISEMENT

Mahisagar Nal Se Jal Scam : મહીસાગર જિલ્લામાં નળ સે જળ યોજના અંતર્ગત સામે આવેલા કરોડોના કૌભાંડ મામલે CID ક્રાઇમે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં વધુ બે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવતા અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 43 પર પહોંચી ગઈ છે. રાજ્યની મહત્વાકાંક્ષી પાણી યોજનામાં થયેલી ગેરરીતિ સામે આવતાં સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

વધુ બે કોન્ટ્રાક્ટરની ધરપકડ

વિગતો મુજબ તપાસ એજન્સી મુજબ 123 કરોડ રૂપિયાના નળ સે જળ કૌભાંડમાં કૌભાંડી કોન્ટ્રાક્ટર હિતેશ પટેલ અને કિશનસિંહ ગોહિલની લુણાવાડા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. બંને સામે વિવિધ ગામોમાં યોજનાની કામગીરી દરમિયાન નાણાકીય ગેરરીતિ કર્યાના આક્ષેપો છે.

તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ કોન્ટ્રાક્ટર હિતેશ પટેલે ખાનપુર, કડાણા, લુણાવાડા અને સંતરામપુર તાલુકાના કુલ 11 ગામોમાં કામ દરમિયાન અંદાજે રૂ. 74,18,848.78 જેટલી ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું છે. આ તરફ બીજી તરફ કિશનસિંહ ગોહિલ સામે પણ ગંભીર આક્ષેપો નોંધાયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કડાણા, લુણાવાડા અને સંતરામપુર વિસ્તારના કુલ 10 ગામોમાં કામગીરી દરમિયાન અંદાજે રૂ. 97,78,866.13 જેટલી ગેરરીતિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

અત્યાર સુધી શું-શું થયું ?

આ સમગ્ર મામલામાં 22 જૂનના રોજ હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ બરોડા સ્થિત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ તપાસને ગતિ મળતાં સતત નવા ખુલાસા સામે આવી રહ્યા છે. સીઆઈડી દ્વારા અત્યાર સુધી કરાયેલી કાર્યવાહી મુજબ તત્કાલીન 12 કર્મચારીઓમાંથી વાસ્મોના 5 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત 111 એજન્સીઓ સામે ચાલી રહેલી તપાસમાં અત્યાર સુધી 31 કોન્ટ્રાક્ટરો ઝડપાયા છે. ફરિયાદમાં સીધા સામેલ ન હોવા છતાં જેમના ખાતામાં રૂપિયા જમા થયા હતા એવા 4 તત્કાલિક કર્મચારીઓની પણ ધરપકડ થઈ છે. ઉપરાંત પાણી સમિતિ સાથે જોડાયેલા સરપંચોમાંથી અત્યાર સુધી 3 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ રીતે કુલ 43 લોકો કાયદાની જાળમાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસું ગતિ પકડશે, સ્કાયમેટની વરસાદની આગાહી, 4 દિવસ ભારે વરસાદની આગાહી

આ કેસમાં સૌથી મોટો પ્રશ્ન હવે લોકો માટે પાણી પુરવઠાનો ઉભો થયો છે. પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલી ગેરરીતિને કારણે અનેક ગામોમાં કામગીરી પ્રભાવિત થઈ હોવાનું માનવામાં આવે છે. વિગતો મુજબ 714 ગામમાંથી 620 ગામોમાં ગેરરીતિના સંકેતો સામે આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahisagar Nal Se Jal Scam Water Scheme Scam CID Crime Investigation

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ