બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Chandrayaan 3 speed will decrease before 15 minutes of the soft landing, stages of Vikram Lander landing

મિશન મૂન / ચંદ્રયાન-3ની ચંદ્ર પર લેન્ડિંગ: 1.68 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે સ્પીડ, જાણો છેલ્લી 15 મિનિટમાં શું શું થશે?

Vaidehi

Last Updated: 05:54 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાર ચરણોમાં ચંદ્રયાન-3 ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. જાણો લેન્ડિંગ પહેલાની 15 મિનિટ શા માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે? વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે તૈયારીઓ.

  • ચાર ચરણોમાં થશે ચંદ્રયાન-3નું લેન્ડિંગ
  • છેલ્લાં ચરણમાં 1-2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ રહેશે
  • 15 મિનિટનો સમય અતિ મહત્વનો રહેશે

Chandrayaan 3ની લેન્ડિંગ 23 ઑગસ્ટનાં સાંજે 6.04 વાગ્યે થવા જઈ રહી છે. વિક્રમ લેન્ડર હાલમાં 25km x 134 kmનાં ઓર્બિટમાં ફરી રહ્યું છે. તેને 25 કિલોમીટરની ઊંચાઈથી નીચેની તરફ જવાનું છે. સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક થાય તે માટે લેન્ડિંગ પ્રક્રિયાને ચાર ચરણોમાં વિભાજિત કરવામાં આવી છે.

કેવી રીતે ચંદ્રયાન-3ની થશે લેન્ડિંગ

  1. વિક્રમ લેન્ડર 25 કિલોમીટરની ઊંચાઈએથી સપાટી પર ઊતરવાનું શરૂ કરશે. આવતાં સ્ટેજ સુધી પહોંચતા તેને આશરે 11.5 મિનીટનો સમય લાગશે.સાંજે 5.45એ પહેલા ચરણમાં ચંદ્રની સપાટીથી 7.5 કિમી ઊંચાઈએ આવશે.
  2. દ્વિતીય ચરણમાં ઊંચાઈ ઘટીને 6.8 કિમી થશે. આ ચરણમાં ગતિ 336 મીટર પ્રતિ સેકેન્ડ થશે.
  3. ત્રીજા ચરણમાં 800 મીટરની ઊંચાઈએ પહોંચશે. લેન્ડિંગ સ્થળની તપાસ સેંસર કરશે અને  150 મીટરની ઊંચાઈ પર લેન્ડર પહોંચશે.
  4. છેલ્લાં ચરણમાં પહેલા 60 મીટર અને પછી 10 મીટરની ઊંચાઈ પર રહેશે. અહીં ગતિ માત્ર 1-2 મીટર પ્રતિ સેકન્ડ જ રહેશે

લેન્ડિંગ બાદ ક્યાં પેલોડ્સ કામ કરશે?
આ બાદ વિક્રમમાં લાગેલા ચાર પેલોડ્સ કામ કરવાનું શરૂ કરશે. રંભા- ચંદ્રની સપાટી પર સૂરજથી આવતાં પ્લાઝ્માનાં કણોનાં ઘનત્વ, માત્રા અને ફેરફારોની તપાસ કરશે. ચાસ્ટે- ચંદ્રની સપાટીની ગરમી એટલે કે તાપમાનની તપાસ કરશે. ઈલ્ઝા લેન્ડિંગ સાઈટની આસપાસ ભૂકંપીય ગતિવિધિઓની તપાસ કરશે. અને LRA લેઝર રેટ્રોરિફ્લેક્ટર ચંદ્રનાં ડાયનેમિક્સને સમજવાનો પ્રયાસ કરશે.

ખાસ કેમેરા અને સેંસર્સ

ચંદ્રયાન-3ની લેન્ડિંગમાં કોઈ ભૂલ ન થાય તે માટે તેમાં સેંસર્સ અને કેમેરા લગાડવામાં આવ્યાં છે. LHDAC કેમેરાને ખાસ કરીને વિક્રમ લેન્ડરને સુરક્ષિત રીતે ચંદ્રની સપાટી પર કેવી રીતે ઊતારવું તેના માટે જ બનાવવામાં આવ્યાં છે. વિક્રમ લેન્ડરમાં 2 મોટા ફેરફાર પણ કરવામાં આવ્યાં છે. એક તો સેફ્ટી મોડ જે કોઈપણ પ્રકારની દુર્ઘટનાથી બચાવશે. વિક્રમમાં 2 ઓનબોર્ડ કમ્પ્યૂટર લગાડવામાં આવ્યાં છે જે દરેક પ્રકારની જાણકારી કેમેરા અને સેંસર્સની મદદથી આપતાં રહેશે.

અઢી સેકન્ડનો જ સમય
જ્યારે લેન્ડર ચંદ્રમાની સપાટી પર જઈ રહ્યો હોય છે ત્યારે તેની ઝડપ ઘણી વધારે હોય છે. પૃથ્વીથી ચંદ્રમા સુધી એક રેડિયો સિગ્નલ મોકલવામાં 1.3 સેકન્ડ લાગે છે. અને તે સિગ્નલ પાછો ધરતી સુધી પહોંચવામાં 1.3 સેકન્ડનો સમય લાગે છે.ટૂંકમાં લેન્ડિંગનાં સમયમાં આદાન-પ્રદાનમાં લગભગ અઢી સેકન્ડનો સમય લાગે છે. તેનો અર્થ એ થાય છે કે ચંદ્રની સપાટી પર જઈ રહેલા લેન્ડરને નિયંત્રિત કરવા માટે અઢી સેકન્ડ લાગે છે. અઢી સેકન્ડનાં કારણે જ લેન્ડરને એવું બનાવવામાં આવે છે કે તે પોતાના નિર્ણયો પોતે જ લઈ શકે છે.

શા માટે આ ક્ષેત્રમાં પહોંચવું મુશ્કેલ છે?
ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર મોટા-મોટા પહાડ અને અનેક ક્રેટર્સ એટલે કે ખાડાંઓ આવેલાં છે. અહીં સૂરજનો પ્રકાશ પણ ઘણો ઓછો પડે છે. ચંદ્રનાં જે વિસ્તારો પર સૂરજનો પ્રકાશ પડે છે તે વિસ્તારોમાં તાપમાન આશરે  54 ડિગ્રી સેલ્સિયસ સુધીનો હોય છે પરંતુ જ્યાં પ્રકાશ નથી તેવા દક્ષિણી ધ્રુવનું તાપમાન માઈનસ 248 ડિગ્રી સેલ્યિસય સુધી પહોંચી જાય છે. નાસાએ તો એવો પણ દાવો કર્યો છે કે દક્ષિણી ધ્રુવ પર એવા અનેક ક્રેટર્સ છે જે અરબો વર્ષોથી અંધકારમાં ડૂબેલા છે અને ત્યાં ક્યારેય પણ સૂર્યનું એક કિરણ પણ પડ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ