ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરાનું ગુજરાતમાં ડરામણું રૂપ! આજે વધુ એક બાળકનું મોત, ચિંતાજનક આંકડા જાહેર

આરોગ્ય / ચાંદીપુરાનું ગુજરાતમાં ડરામણું રૂપ! આજે વધુ એક બાળકનું મોત, ચિંતાજનક આંકડા જાહેર

Last Updated: 09:31 PM, 25 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાંદીપુરા વાયરસથી ખેડાના ગળતેશ્વર તાલુકાના ઘડીયા ગામે એક બાળકનું મોત થયું છે, તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

ADVERTISEMENT

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યાથાવત છે, આ જાનલેવા વાયરસથી ખેડાના ગળતેશ્વર તાલુકાના ઘડીયા ગામે એક બાળકનું મોત થયું છે, તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

ખેડામાં ચાંદીપુરાથી 1 બાળકનું મોત

ખેડામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયું છે. ગળતેશ્વર તાલુકાના ઘડીયા ગામે જીવલેણ વાયરસે બાળકનો જીવ લીધો છે. વડોદરા એસેસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે.

  • ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધીને 124 થયા
  • ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 44 માસૂમોના મોત
  • ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 37
  • 4 લાખ 96 હજાર 676 ઘરોમાં પાવડર ડસ્ટિંગ કરાયું

પંચમહાલમાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે ત્યારે આ તરફ પંચમહાલ જિલ્લામાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5ને પાર પહોંચી છે. તો જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના લીધે 5 બાળકોના મોત નિપજ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ સમાજમાં ભર ચોમાસે ઢીંગલા-ઢીંગલીના લગ્નનો રિવાજ, અનોખી પરંપરા પાછળ છે કારણ

શું છે આ ચાંદીપુરા વાયરસ ?

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandipura cases Chandipura case updates Chandipura Virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ