બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / chandigarh high court sought information about movable and immovable property of lover couple

ફટકાર / આવા કેવા માં બાપ? પ્રેમ થયો તો બાળકોને છોડી દીધા, હાઇકોર્ટે બરાબરનાં તતડાવ્યા

Premal

Last Updated: 12:24 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમી યુગલને બાળકોને છોડીને પ્રેમ કરવો ભારે પડ્યો. સુરક્ષાની માંગ કરવા માટે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ પહોંચેલા બંનેને કોર્ટે પૂછ્યુ કે પૂર્વ પાર્ટનર સાથે થયેલા બાળકોની સારસંભાળ કેવીરીતે થશે. કોર્ટે બાળકના જીવન નિર્વાહના ભથ્થા માટે બંનેની સંપત્તિની માહિતી સોંપવાનો આદેશ આપ્યો છે.

  • બાળકોને છોડીને પ્રેમી યુગલને પ્રેમ કરવો પડ્યો ભારે
  • પ્રેમી યુગલે હાઈકોર્ટને કહ્યું, અમારા જીવને જોખમ છે
  • હાઈકોર્ટે યુગલને પૂછ્યુ, બાળકોની સારસંભાળ કેવીરીતે કરશો?

પ્રેમી યુગલ પરણીત, પરંતુ હવે તેઓ પોત-પોતાના પાર્ટનર સાથે રહેવા માંગતા નથી

અરજી દાખલ કરનારા પ્રેમી યુગલે હાઈકોર્ટને જણાવ્યું કે તેઓ બંને પહેલાં પરણિત છે. પરંતુ તેઓ હવે પોતાના પાર્ટનર સાથે રહેવા માંગતા નથી. પ્રેમી યુગલે જણાવ્યું કે તેઓ મેવાતના નૂંહમાં રહે છે અને બંને ધર્મથી મુસ્લિમ છે. બંનેએ પરિવારની વિરુદ્ધ જઇને સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હવે તેના પરિવારજનો તેના જીવના દુશ્મન બની ગયા છે. હાઈકોર્ટને જણાવ્યું કે, મહિલાના પહેલાના પતિ સાથેના 5 બાળકો છે. જ્યારે પુરુષના પહેલાની પત્ની સાથેના 4 બાળકો છે. અરજદારે જણાવ્યું કે તેઓ અત્યારે બંને સાથે રહે છે અને તેના પરિવારજનોથી તેમના જીવને જોખમ છે. એવામાં હાઈકોર્ટ તેમને સુરક્ષા પ્રદાન કરે. જેથી તેઓ શાંતિપૂર્વક જીવન ગાળી શકે.

બંનેના બાળકોની સારસંભાળ કેવીરીતે થશે: હાઈકોર્ટ 

હાઈકોર્ટે સુરક્ષા પર સુનાવણી કરતા પહેલાં હવે બંનેને પૂછ્યુ કે આ 5 અને 4 બાળકોની સારસંભાળ કેવીરીતે થશે. હાઈકોર્ટે કહ્યું કે બાળકોના જીવનને સુધારવા માટે ભરણપોષણ નક્કી કરવુ જરૂરી છે. જેને પગલે હવે હાઈકોર્ટે બંનેની જંગમ અને સ્થાવર સંપત્તિની વિગતો મંગાવવવાનું કહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ