ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
દરેક વ્યક્તિ ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છે છે. કહેવાય છે કે આ ભૌતિક યુગમાં જેના પર લક્ષ્મીજીની કૃપા હોય છે, તેને જીવનમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ મળે છે. તેની સાથે લક્ષ્મીજીની કૃપાથી ધન-સંપત્તિમાં પણ વધારો થાય છે. ચાણક્યએ પોતાની ચાણક્ય નીતિમાં પૈસાનું મહત્વ પણ જણાવ્યું છે. આચાર્ય ચાણક્ય અનુસાર જે લોકોને પૈસા જોઈએ છે, તેમણે કોઈ કામ ન કરવું જોઈએ.
લાલચ
ચાણક્યના કહ્યાં અનુસાર લાલચ એક પ્રકારનો અવગુણ છે. લાલચ કરનારા લોકોના ઘરમાં ક્યારેય ધન ટકતુ નછી. આવા વ્યક્તિઓએ અવગુણ ત્યાગી દેવો જોઇએ.
ગુસ્સો
ચાણક્યના કહ્યાં અનુસાર ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે જો તમે ગુસ્સો કરો છો. ગુસ્સો માણસને સાચા ખોટાની સમજ ભૂલાવી દે છે. ગુસ્સામાં તે એવો નિર્ણય લઇ લે છે જે ખોટો પડે છે અને એટલે જ ક્રોધ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
અહંકાર
આચાર્ય ચાણક્યના કહ્યાં અનુસાર માતા લક્ષ્મી અહંકારી લોકોથી હંમેશા દૂર રહે છે. અહંકાર માણસને નષ્ટ કરી દે છે. માટે આ આદતનો માણસે ત્યાગ કરવો જોઇએ.
આળસ
ચાણક્યના કહ્યાં અનુસાર, માણસનો સૌથી મોટો શત્રુ આળસ છે. આળસ કરનાર વ્યક્તિ ક્યારેય પોતાના લક્ષ્યને હાંસલ નથી કરી શકતો. લક્ષ્મીજીનો આશીર્વાદ મેળાવવા માટે માણસે આળસ છોડવી જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો