બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / centre government issues Coronavirus vaccine guidelines india

વેક્સિનેશન / કોરોના રસી લેવા માટે આ ડૉક્યુમેન્ટ્સ હોવા જરૂરી, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

Hiren

Last Updated: 08:35 PM, 14 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં મોટા પ્રમાણમાં રસીકરણ અભિયાન માટે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કા હેઠળ સરકાર અંદાજિત 30 કરોડ લોકોને રસીકરણ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં હેલ્થ વર્કર્સ, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો સામેલ છે.

  • કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં રસીકરણ અભિયાન માટે ગાઇડલાઇન જાહેર કરી દીધી
  • પહેલા તબક્કામાં સરકાર અંદાજિત 30 કરોડ લોકોના રસીકરણની યોજના બનાવી રહી છે
  • દરરોજ દરેક સત્ર દરમિયાન અંદાજિત 100થી 200 લોકોને રસી આપવામાં આવશે

કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, 50 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરની વસ્તીને નક્કી કરવા માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે નવી મતદાન યાદીનો ઉપયોગ કરવામાં આવશે. કો-વિન વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવા માટે મતદાન ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિત 12 ફોટો ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ થઇ શકશે.

વૅક્સિન માટેની ગાઈડલાઈન

  • દિવસ દરમિયાન દરેક સત્ર દરમિયાન આશરે 100 થી 200 લોકોને રસી આપવામાં આવશે.
  • રસી લાગુ કર્યા પછી, સંબંધિત વ્યક્તિની દેખરેખ 30 મિનિટ સુધી કરવામાં આવશે.
  • રસીકરણ ટીમમાં કુલ પાંચ સભ્યો હશે
  • જો રસીકરણવાળી જગ્યાએ પર્યાપ્ત વ્યવસ્થા હોય અને વેઈટિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવે તો બીજું સત્ર ગોઠવી શકાશે.
  • કોવિડ વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક (કો-વિન) સિસ્ટમ એ ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રસીકરણ માટે સૂચિબદ્ધ લાભાર્થીઓને શોધવા માટે ઉપયોગમાં લેવાય છે.
  • મતદાર ઓળખકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિતના 12 ફોટો ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કો-વિન વેબસાઇટ પર સ્વ-નોંધણી માટે થઈ શકે છે.
  • પહેલાથી નોંધાયેલા લોકોને જ સ્થળ પર રસી આપવામાં આવશે, ત્યાં સ્થળ પર નોંધણી થઈ નહીં શકે.
  • જ્યારે કોઈ વ્યક્તિ રસીકરણ માટે આવે છે ત્યારે રસીની શીશીઓને સૂર્યપ્રકાશથી દૂર રખાશે.
  • રસીકરણ માટે વ્યક્તિ પહોંચશે ત્યારે જ શીશી ખોલાશે.
  • આઈસ પેક સાથેની બધી ન વપરાયેલી રસીઓને સત્ર પછી વિતરણ કોલ્ડ ચેઇન સ્થળોએ પરત કરવી જરુરી હશે.
  • પ્રથમ આરોગ્ય કર્મચારીઓ, અગ્રીમ મોરચાના કર્મચારીઓ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ કરવામાં આવશે.
  • ગંભીર રોગ સાથે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું રસીકરણ અને મહામારીની સ્થિતિ અને રસીની ઉપલબ્ધતાના આધારે બાકીના લોકોનું રસીકરણ થઈ શકશે.
  • રસીકરણના પ્રથમ તબક્કા હેઠળ લગભગ 30 કરોડની વસ્તી રસી આપવામાં આવશે

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Vaccine India કોરોના વાયરસ કોરોના વેક્સિન coronavirus vaccine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ