બ્રેકિંગ ન્યુઝ
VTV / central government will impose coronavirus lockdown in india know what says officials
Hiralal
Last Updated: 02:44 PM, 3 May 2021
ADVERTISEMENT
સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું કે દેશવ્યાપી લોકડાઉન લગાડવાની મોદી સરકારની કોઈ યોજના છે. પરંતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના પ્રતિબંધો વધુ મજબૂત કરવાનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
પોઝિટીવીટી રેટ 15 કરતા વધારે હોય ફક્ત એવા જ જિલ્લામાં કડક લોકડાઉન
અત્યાર સુધીમાં 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોના કર્ફ્યુ અને લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ પાડ્યાં છે. હેલ્થ મિનિસ્ટ્રી તરફથી પણ દેશના એવા જિલ્લામાં કડક લોકડાઉન લગાડવાની સલાહ આપી છે કે જ્યાં કોરોના પોઝિટીવીટી રેટ 15 કરતા વધારે હોય.
કેન્દ્ર સરકારે કહ્યું લોકડાઉનથી પ્રવાસી મજૂર પ્રભાવિત થાય છે
દેશભરમાં લોકડાઉન અંગે કેન્દ્ર સરકારનું માનવું છે કે તેનાથી મોટી સંખ્યામાં રોજગારી છીનવાઈ જશે. તથા ખાસ કરીને પ્રવાસી મજૂરો પર મોટી અસર પડશે. આને કારણે કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉનનો કોઈ વિચાર નથી.
છેલ્લા 24 કલાકમાં 3.68 લાખ નવા કેસો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં આંશિક રાહત જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં 3.68 લાખ નવા કેસ નોંધાયા છે તો મોતના આંકમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 3421 લોકોએ જીવ ગુમાવ્યો છે. સાથે દેશમાં કુલ 2 લાખ 18 હજાર 945 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ફરી ઘટાડો
એક દિવસમાં ભારતમાં કોરોનાના નવા કેસ 3 લાખ 69 હજાર 942 કેસ આવ્યા છે અને સાથે એક દિવસમાં કોરોનાથી દેશમાં 2 લાખ 99 હજાર 800 દર્દી રિકવર થયા હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં કોરોનાથી એક દિવસના મૃત્યુઆંકમાં નજીવો ઘટાડો થતા રાહત મળી રહી છે. એક દિવસમાં કોરોનાથી દેશમાં 3 હજાર 421ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 34 લાખ 10 હજાર 426 પહોંચી ગયા છે તો કોરોનાના કુલ કેસ 1 કરોડ 99 લાખ 19 હજાર 715ને પાર થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 62 લાખ 81 હજાર 738 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2 લાખ 18 હજાર 945 પહોંચ્યો છે.
મહારાષ્ટ્રમાં પણ ઘટ્યું કોરોના સંક્રમણ
દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે. 24 કલાકમાં અહીં 56647 નવા કેસ આવ્યા છે તો સાથે જ 669 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 6 લાખ 68 હજાર 353 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. આ સમયે 51 હજાર 356 લોકોએ કોરોનાને માત આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.