બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:05 AM, 29 December 2024
હાલમાં કેન્દ્ર સરકારએ સંસદમાં દેશના બેરોજગાર યુવાનોને વિવિધ કેન્દ્રિય યોજનાઓ હેઠળ બેરોજગારી લાભ (Unemployment Benefits) આપવાના અંગે માહિતી આપી છે. અત્યારે સંસદના શિયાળાના સત્ર (Parliament Winter Session) દરમિયાન સાંસદ જી. સી. ચંદ્રશેખરે (GC Chandrashekhar) સરકારથી પૂછ્યું કે શું તે દેશના બેરોજગાર યુવાનોને વધતી મોંધવારી પાર કરવા માટે બેરોજગારી ભત્તો (Unemployment Allowance) આપતી કોઇ યોજના લાગુ કરવાની યોજના રાખી છે? તેમણે સરકારને આ અંગે કોઇ પ્રસ્તાવ તૈયાર કર્યો છે કે કેમ, તે પણ પૂછ્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ મામલે શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે યુવાનોના કલ્યાણની સાથે રોજગારીનું સર્જન એ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેના પર સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ એક સતત અને ગતિશીલ પ્રક્રિયા છે. વધુમાં જણાવ્યું કે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની અટલ બીમિત વ્યકિત કલ્યાણ યોજના (ABVKY) હેઠળ, પાત્રતા મુજબ, વીમાધારક કામદારોને લાભ આપવામાં આવે છે.

ADVERTISEMENT
એક અહેવાલ અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં રોજગારીનાં વલણો વિશે જણાવે છે, આ અહેવાલ અનુસાર દેશમાં બેરોજગારીનો દર 2017-18માં 6% થી ઘટીને 2022-23 માં 3.2% થઈ ગયો છે. એક રિપોર્ટ અનુસાર ટાંકીને શ્રમ મંત્રાલયે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં રોજગારમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારનું કહેવું છે કે રોજગારમાં લગભગ 36%નો વધારો થયો છે, 2016-17 અને 2022-23 વચ્ચે લગભગ 170 મિલિયન એટલે કે 17 કરોડ નોકરીઓનું સર્જન થયું છે. ભારતની આર્થિક ગતિ મુખ્ય ક્ષેત્રોમાં સતત રોજગારીનું સર્જન કરે છે તે દર્શાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ફૂડ પેકેટ ખાનારા લોકો ચેતી જજો! કેમિકલયુક્ત ખોરાક આરોગવાથી અનેક બીમારીનો ખતરો
મંત્રાલયે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના KLEMS ડેટાબેઝના રોજગાર ડેટા, જે રોજગાર અને બેરોજગારી સર્વેક્ષણ અને પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) પર આધાર રાખે છે, તે 1980 ના દાયકાથી રોજગારમાં ઘટાડો દર્શાવે છે .
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.