central government employees da hike epfo gratuity hra ta may increase
ખુશખબર /
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની સેલરીમાં ફરી એક વાર આવશે મોટો વધારો, હવે આ 4 ભથ્થા વધશે
Team VTV11:23 AM, 17 May 22
| Updated: 11:27 AM, 17 May 22
કેન્દ્રીય કર્મચારીઓ પર હાલમાં સરકાર ખૂબ મહેરબાન છે. હવે ફરી એક વાર તેમની સેલરી વધવાની છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓની સેલરીમાં ફરી એક વાર મોટા વધારાનો માર્ગ મોકળો થયો છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
ફરી એક વાર કર્મચારીઓની સેલરીમાં થશે વધારો
હવે આ ચાર ભથ્થામાં થશે વધારો
કેન્દ્રીય કર્મચારીઓ પર હાલમાં સરકાર ખૂબ મહેરબાન છે. હવે ફરી એક વાર તેમની સેલરી વધવાની છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓની સેલરીમાં ફરી એક વાર મોટા વધારાનો માર્ગ મોકળો થયો છે. ડીએ 31થી 34 ટકા કર્યા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓના કેટલાય ભથ્થામાં ટૂંક સમયમાં વધારાની સંભાવના છે. કેન્દ્રીય કર્મચારીઓને એક સાથે ચાર ભથ્થામાં વધારાનો ફાયદો મળી શકે છે.
આ ચાર ભથ્થામાં થશે વધારો
સાતમા પગાર પંચ મુજબ 34 ટકાના મોંઘવારી ભથ્થા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પ્રવાસ ભથ્થા અને શહેર ભથ્થામાં પણ વધારો થશે. આ સાથે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટી પણ આપોઆપ વધશે. હકીકતમાં જોઈએ તો, કેન્દ્રીય કર્મચારીઓના માસિક પીએફ અને ગ્રેચ્યુટીની ગણતરી મૂળભૂત પગાર અને ડીએમાંથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ડીએમાં વધારાને કારણે પીએફ અને ગ્રેચ્યુઈટી પણ વધવાની ખાતરી છે. એટલું જ નહીં, DAમાં વધારાને કારણે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં પણ વધારો થશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વધારો 3 ટકા સુધી થઈ શકે છે.
માર્ચમાં ડીએમાં કર્યો હતો 3 ટકાનો વધારો
આપને જણાવી દઈએ કે, 30 માર્ચ 2022ના રોજ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કર્યો હતો. જેના કારણે 9 મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓનો DA બમણો થઈ ગયો છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને હવે 34 ટકાના દરે DA અને DR મળી રહ્યો છે. કેન્દ્ર સરકારની આ જાહેરાતથી 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને સીધો ફાયદો થયો છે. જોકે, તેનાથી સરકાર પર વાર્ષિક રૂ. 9544.50 કરોડનો બોજ વધ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહી હતી આ વાત
દરમિયાન, કેન્દ્રીય કર્મચારી સંગઠન પણ 18 મહિનાના એરિયર્સ માટે સરકાર પર સતત દબાણ કરી રહ્યું છે. આ લોકોનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે, પગાર અને ભથ્થું કર્મચારીઓનો અધિકાર છે અને તેને રોકી શકાય નહીં. આવી સ્થિતિમાં, જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધીના બાકી ડીએની બાકી રકમ ચૂકવવાનું દબાણ છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય કર્મચારીઓના ડીએ બાકીના વિશે પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
દરમિયાન, જુલાઈમાં ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં વધારો થવાની સંભાવના છે. આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકા સુધીનો મોટો વધારો થઈ શકે છે.