બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું વોટર આઇડીકાર્ડ વિના પણ તમે વોટ આપી શકો? હા, એ કેવી રીતે? જાણો વિગત

ટેક્નોલોજી / શું વોટર આઇડીકાર્ડ વિના પણ તમે વોટ આપી શકો? હા, એ કેવી રીતે? જાણો વિગત

Last Updated: 10:48 AM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Voter ID Card ન મળતું હોય તો પણ તમે મતદાન કરી શકો છો. આ માટે તમે અન્ય ડોક્યુમેન્ટની મદદ લઈ શકો છો અને Digilocker ની મદદ પણ સરળતાથી લઈ શકાય છે. ત્યારે ચાલો આજે જાણીએ આખી પ્રોસેસ.

હાલ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને આજે છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી દરમિયાન ઘણા એવા લોકો હશે કે જેમને ઘણા પ્રશ્નો હશે. જેમ કે વોટર આઈડી નથી મળતું, તો મતદાન કરવા કેવી રીતે જવું? તો આજે આ સવાલનો જવાબ જણાવીએ. જેની મદદથી મતદાન કરવું સરળ બની જશે. સૌથી પહેલા તો જાણી લો કે મતદાન કરવા માટે કયા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી શકો છો.

મતદાન કરવા માટે વોટર આઈડી ન મળતું હોય તો, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસ પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર કે રાજ્ય સરકારના સર્વિસ આઈડી, ફોટો વોટર સ્લીપ, રાશન કાર્ડ જેવા ઘણા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આ આઈડી તમને ઓળખવામાં મદદ કરશે. મતદાર સ્લીપ હોવી ફરજિયાત રહેશે.

voting2.jpg

Digilocker

કેન્દ્ર સરકારની એપ Digilocker ની મદદથી તમે કોઈપણ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. અહીં તમને આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિત અન્ય ઘણા દસ્તાવેજોની યાદી આપવામાં આવે છે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો. આ સંપૂર્ણપણે માન્ય હોય છે. તમે તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો. પછી તેનો ઉપયોગ દસ્તાવેજ તરીકે કરી શકાય છે.

E-Voter ID ડાઉનલોડ કરો

તમે E-Voter ID Card પણ ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. તમારે ચૂંટણી પંચની વેબસાઇટ પર જવું પડશે. અહીં E-Voter ID કાર્ડનો વિકલ્પ દેખાશે, પરંતુ આ માટે તમારી પાસે EPIC નંબર હોવો જરૂરી છે. આ પછી, તમારા માટે વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ થઈ જાય છે.

વધુ વાંચો: શું હજુ સુધી ફોનમાંથી નથી હટાવી આ ફાઇલ? તો ચેતી જજો, નહીંતર તમારો મોબાઇલ થઇ જશે બેકાર

વોટર સ્લિપ

તમે ઈલેક્શન કમિશનની મદદથી ઓનલાઈન વોટર સ્લિપ પણ ડાઉનલોડ કરી શકો છો. તમે સરળ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો છો. એકવાર તમે સ્લિપ ડાઉનલોડ કરી લો તે પછી તમારા માટે મતદાન કરવું ખૂબ જ સરળ બની જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Election Voting Voter Id Card Digilocker App
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ