ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એક જ જગ્યાએ 360 ડિગ્રી ફરી જશે આ શાનદાર કાર, ભારતમાં લોન્ચ થઈ લક્ઝરી બ્રાન્ડ ડેંજાની ઝેડ9 જીટી

photo-story

7 ફોટો ગેલેરી

ઓટો / એક જ જગ્યાએ 360 ડિગ્રી ફરી જશે આ શાનદાર કાર, ભારતમાં લોન્ચ થઈ લક્ઝરી બ્રાન્ડ ડેંજાની ઝેડ9 જીટી

Last Updated: 06:13 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચીની ઓટોમોબાઇલ બીવાયડીના લક્ઝરી બ્રાન્ડ ડેંજાએ ભારતમાં 1.57 કરોડ રૂપિયાની કિંમતે શૂટિંગ બ્રેક કાર ઝેડ9 જીટી લોન્ચ કરી છે, જે 360 ડિગ્રી ફરવાની અદભુત ક્ષમતા ધરાવે છે.

1/7

photoStories-logo

1. એક જ જગ્યાએ 360 ડિગ્રી ફરી જશે આ શાનદાર કાર, ભારતમાં લોન્ચ થઈ લક્ઝરી બ્રાન્ડ ડેંજાની ઝેડ9 જીટી

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં ચીનની અગ્રણી વાહન નિર્માતા કંપની બીવાયડીના લક્ઝરી બ્રાન્ડ 'ડેંજા' (Denza) એ સત્તાવાર પ્રવેશ કરી લીધો છે. ભારતીય બજારમાં પોતાના પ્રારંભિક ઉત્પાદનો તરીકે કંપનીએ બે શાનદાર લક્ઝરી કારો - ડેંજા ડી9 એમપીવી અને ડેંજા ઝેડ9 જીટી લોન્ચ કરી છે. આ બંને ગાડીઓ પ્રીમિયમ કાર બજારનો હિસ્સો છે. આમાંથી ડેંજા ઝેડ9 જીટી એ શૂટિંગ બ્રેક કેટેગરીની સ્પોર્ટી પ્રોફાઇલ ધરાવતી લક્ઝરી કાર છે, જેની ટોપ સ્પીડ 270 કિલોમીટર પ્રતિ કલાકની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કિંમત અને બુકિંગની વિગતો

ડેંજા ઝેડ9 જીટીને કંપનીએ 1.57 કરોડ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે બજારમાં ઉતારી છે. આ કારને ખરીદવા માટે ગ્રાહકોએ 10 લાખ રૂપિયાની ટોકન રકમ ચૂકવીને બુકિંગ કરાવવાનું રહેશે. આ વાહન ખાસ ડેંજાની અધિકૃત ડીલરશિપ પર ઉપલબ્ધ થશે, કારણ કે કંપની તેને બીવાયડીથી બિલકુલ અલગ રાખવા માંગે છે. હાલના તબક્કે દેશમાં ડેંજાની ડીલરશિપ ગુરુગ્રામ, મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ અને હૈદરાબાદ ખાતે શરૂ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. આકર્ષક ફીચર્સ અને અત્યાધુનિક ટેકનોલોજી

ડાઈઝાઇન અને ફીચર્સની વાત કરીએ તો, ડેંજા ઝેડ9 જીટી એકદમ સ્પોર્ટી લુક ધરાવે છે. તેમાં શાનદાર એલઇડી લાઇટ્સ, 21 ઇંચના ટાયર્સ, ડ્યુઅલ ટોન અલૉય વ્હીલ્સ, પીળા રંગના બ્રેક કેલિપર્સ, પ્રીમિયમ લેધર અપહોલ્સ્ટ્રી, ફોર-સ્પોર્ક સ્ટીયરિંગ વ્હીલ અને 50 વોટના બે યુનિટ ધરાવતા ટ્વિન વાયરલેસ ચાર્જર જેવા આધુનિક ફીચર્સ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મિની ફ્રિજ અને હીટર, વેન્ટિલેશન અને મસાજની સુવિધા

કારની અંદર મનોરંજન માટે 20 સ્પીકર ધરાવતી પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ આઉટસાઇડ રિયર વ્યુ મિરર્સ, માઇનસ 6 ડિગ્રી સેલ્સિયસથી લઈને 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જાળવી શકતું મિની ફ્રિજ અને હીટર, વેન્ટિલેશન અને મસાજની સુવિધા સાથે એક્સટેન્ડેડ લેગ રેસ્ટ ધરાવતી આરામદાયક સીટ્સ ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. 360 ડિગ્રી કંપાસ ટર્ન જેવા અદ્ભુત ફીચર્સ

વાહનમાં ઓગ્મેન્ટેડ રિયાલિટી હેડ્સ-અપ ડિસ્પ્લે, 8-વે પાવર્ડ ડ્રાઇવર સીટ, 17.3 ઇંચની સેન્ટર સ્ક્રીન અને 13.2 ઇંચની પેસેન્જર સ્ક્રીન જોવા મળે છે. આ કારને બીવાયડીના અત્યાધુનિક ઇ-3 પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. કારમાં એર સસ્પેન્શન અને 360 ડિગ્રી કંપાસ ટર્ન જેવા અદ્ભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે, જેની મદદથી આ કાર કોઈપણ જગ્યા પર એક જ જગ્યાએ પૂરી 360 ડિગ્રી ફરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. બેટરી, પાવર, રેન્જ અને ફાસ્ટ ચાર્જિંગ

ડેંજા ઝેડ9 જીટીના મિકેનિક્સ અને પાવરની વાત કરીએ તો, તેમાં 122.29kWh ની જનરેશન-2 બીવાયડી બ્લેડ બેટરી આપવામાં આવી છે, જે 1,500kW સુધીનો ડીસી ઇનપુટ પાવર લઈ શકે છે. એટલે કે આ કાર અત્યંત ઝડપથી ચાર્જ થઈ શકે છે. તેને 10 ટકાથી લઈને 97 ટકા સુધી ચાર્જ થવામાં માત્ર 9 મિનિટનો સમય લાગે છે. બેટરીનું આયુષ્ય અને સ્વાસ્થ્ય ઉત્તમ જળવાઈ રહે તે માટે ચાર્જિંગ પ્રક્રિયા 97 ટકા પર આપોઆપ અટકી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ડ્રાઇવિંગ રેન્જ 670 કિલોમીટરની છે

કારમાં ટ્રિપલ મોટરનું સેટઅપ આપવામાં આવ્યું છે, જે જબરદસ્ત 1,156 એચપી નો પાવર અને 1210 એનએમ નો ટોર્ક ઉત્પન્ન કરે છે. આ પાવર ચારેય પાંડા (વ્હીલ્સ) ને મળે છે. કંપની દાવો કરે છે કે આ કાર માત્ર 2.7 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે, જ્યારે તેની મહત્તમ ઝડપ 270 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ કારની સત્તાવાર રીતે દાવો કરાયેલી ડ્રાઇવિંગ રેન્જ 670 કિલોમીટરની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BYD LuxuryCars DenzaZ9GT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ