બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:38 PM, 23 April 2025
છેલ્લા કેટલાક સમયથી શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આ શેર માર્કેટમાં વધઘટ વચ્ચે આજે એક શેરે રોકાણકારોને જલસા કરાવી દીધા છે. નિવા બુપા હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીના શેરમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો. કંપનીના શેર આજે 11% વધીને રૂ.86.40 ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યા. શેરમાં આ વધારા પાછળ એક સારા સમાચાર છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે તાજેતરમાં લિસ્ટેડ નિવા બુપા હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીના શેર પર કવરેજ શરૂ કર્યું છે અને તેને ખરીદવાની ભલામણ કરી છે.
ADVERTISEMENT
બ્રોકરેજ દ્વારા શેર પર ₹ 100 નો ટાર્ગેટ ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે મંગળવારના રૂ.77.48 ના બંધ ભાવથી 29% નો સંભવિત ઉછાળો જોવા મળી શકે છે. આ શેર માટે આ પ્રથમ ત્રિ-અંકી ટાર્ગેટ કિંમત છે, જ્યારે અન્ય શેર ₹75 થી ₹90 સુધીના છે. મોતીલાલ ઓસ્વાલ અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ 2022-2025 દરમિયાન નિવા બુપાની સ્વસ્થ વૃદ્ધિ ગતિ મજબૂત રહેશે અને કંપનીનો ગ્રોસ રિટન પ્રીમિયમ નાણાકીય વર્ષ 2025-2028 દરમિયાન 25% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરથી વધશે. કંપની નાણાકીય વર્ષ 2025-2028 દરમિયાન તેના કુલ લેખિત પ્રીમિયમ અને ચોખ્ખા નફામાં અનુક્રમે 25% અને 32% ના CAGR નો અહેવાલ આપશે.
ADVERTISEMENT
વધુ વાંચો : શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સે ફરી 80000 પોઈન્ટને પાર, જાણો નિફ્ટીના હાલ
નિવા બુપાને આવરી લેતા પાંચ વિશ્લેષકોમાંથી ચારને સ્ટોક પર "બાય" રેટિંગ છે જ્યારે એકને "હોલ્ડ" રેટિંગ છે. બુધવારે નિવા બુપા હેલ્થ ઇન્શ્યોરન્સના શેર 9.1% વધીને ₹84.7 પર ટ્રેડ થઈ રહ્યા છે. આ શેર નિફ્ટી 500 ઇન્ડેક્સમાં સૌથી વધુ વધનાર શેર છે. મંગળવારના બંધ સમયે, શેર તેના IPO ભાવ ₹74 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.