બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:43 PM, 13 August 2025
SBI : ભારતની એસબીઆઇ બેંકએ છૂટક ગ્રાહકો માટે તેની તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) ટ્રાંજેક્શન ચાર્જમાં સુધારો કરવાની જાહેરાત કરી છે. આ ચાર્જ 15 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે. ઓનલાઈન ઉપયોગકર્તાઓ માટે હવે 25,000 રૂપિયાથી વધુના મૂલ્યના આઇએમપીએસ લેણદેણ પર ચાર્જ વસુલવામાં આવશે.
ADVERTISEMENT
આઇએમપીએસએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા ઓફર કરવામાં આવતી એક વાસ્તવિક ચુકવણી સેવા છે. તે વપરાશકર્તાઓને સમગ્ર ભારતમાં ઝડપથી પૈસા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે.

ADVERTISEMENT
આ ફેરફાર ઓનલાઈન અને શાખા બંને વ્યવહારો પર લાગુ થશે. આઇએમપીએસ સેવા 24 કલાક ઉપલબ્ધ છે, એસએમએસ અને આઇવીઆરને છોડીને તમામ ચેનલો પર દરેક લેવડ દેવડ રૂ. 5 લાખની વ્યવહાર મર્યાદા છે. તેનો ઉપયોગ મોબાઈલ બેંકિંગ અથવા ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા તાત્કાલિક પૈસા મોકલવા માટે થાય છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બિઝનેસ / ટ્રમ્પના ટેરિફ બૉમ્બથી ભારતના 55% નિકાસ પર અસર પડશે, પરંતુ આ બે સેક્ટર રહેશે બાકાત!
કેટલો ચાર્જ લાગશે?
ADVERTISEMENT
25,000 રૂપિયાથી વધુ અને 1,00,000 રૂપિયા સુધીની રકમ પર 2 રૂપિયા પ્લસ જીએસટી વસૂલવામાં આવશે. 1,00,001 રૂપિયાથી 2,00,000 રૂપિયા સુધીના વ્યવહારો માટે 6 રૂપિયા અને જીએસટી તેમજ 5,00,000 રૂપિયા સુધીના વ્યવહારો માટે 10 રૂપિયા પ્લસ જીએસટી ફી વસૂલવામાં આવશે. બેન્કની બ્રાંચથી લેવડ દેવડ પર એસબીઆઇએ રૂપિયા 2 + જીએસટીથી રૂ. 20 + જીએસટી સુધીના હાલના ચાર્જ જાળવી રાખ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.