બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:10 PM, 13 August 2025
India-US trade Relations : ભારત-અમેરિકા વચ્ચે વેપાર સંબંધોમાં હાલ પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. વાસ્તવમાં US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સંબંધિત નિર્ણયોનો ભારતના નિકાસ પર ગંભીર અસર થઈ શકે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં નિવેદન આપતાં કહ્યું હતું કે, વોશિંગ્ટન દ્વારા લાગુ કરવામાં આવેલી નવી ટેરિફ નીતિના કારણે ભારતના લગભગ 55% નિકાસ વિધાઓ અસરગ્રસ્ત થઈ શકે છે.
ADVERTISEMENT
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યા અનુસાર નવી ટેરિફ દવાઓ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સિવાયના લગભગ તમામ ઉત્પાદનોને અસર કરશે. જોકે તેમણે ઉમેર્યું હતું કે, દરેક ઉત્પાદન પર ટેરિફની અસર જુદી-જુદી હોઈ શકે છે જે ઉત્પાદનની ગુણવત્તા, માંગ, કરારની શરતો અને ઉત્પાદનના પ્રકાર પર આધારિત રહેશે.
જોકે વેપાર નિષ્ણાતોનું માનવું છે કે, આ પગલાથી ભારતીય નિકાસકારો સામે નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ઉત્પાદનોના ખર્ચમાં વધારો થવાથી તેમના માલની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે અને તેઓને નવા વૈશ્વિક બજારોની શોધ કરવી પડી શકે છે.
ADVERTISEMENT

હવે આપણે ટેરિફ લાદવાના ટાઈમલાઇનની વાત કરીએ તો 31 જુલાઈએ ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારત પર 25% પારસ્પરિક ડ્યુટી લાદવાની જાહેરાત કરી અને 6 ઓગસ્ટથી વધુ 25% ડ્યુટી લગાડવાની એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરાયા. જેમાં કુલ મળીને ભારતમાંથી આયાત થતા કેટલાક ઉત્પાદનો પર 50% જેટલી ટેરિફ લાગુ કરવામાં આવી. ટ્રમ્પ વહીવટીતંત્ર મુજબ ભારત દ્વારા રશિયાથી ક્રૂડ ઓઇલની સીધી ખરીદી જેવી નીતિઓના જવાબમાં આ પગલાં લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : Video: ભારતના આ રૂટ પર દોડશે દેશની પ્રથમ 'હાઇડ્રોજન ટ્રેન', ખાસિયતો હટકે
હવે જાણો ભારતનું શું કહેવું છે ?
ADVERTISEMENT
આપણાં વિદેશ મંત્રાલયે અમેરિકાના આ નિર્ણયની ટીકા કરતાં તેને "અન્યાયી, અવ્યવહારુ અને એકપક્ષીય" ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, તે તેના નિકાસકારોના હિતોને બચાવવા માટે લગતાં તમામ નીતિગત પગલાં લેશે. આ તરફ ટેરિફ નીતિના મુદ્દે એક રસપ્રદ અને ચોંકાવનારી પરિસ્થિતિ એ છે કે, ટ્રમ્પએ ચીનને 90 દિવસની ટેરિફ મુલતવી રાખવાની રાહત આપી છે. 12 ઑગસ્ટે આ માટે બીજી વાર એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જેના હેઠળ ટેરિફની સમયમર્યાદા વધુ 90 દિવસ માટે લંબાવવામાં આવી. આ અગાઉ પણ ચીનને આવી જ મુલતવી આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.