ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ ખાસ વાંચે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રદ કર્યું આ બેંકનું લાઇસન્સ

એક્શન / અમદાવાદીઓ ખાસ વાંચે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રદ કર્યું આ બેંકનું લાઇસન્સ

Published By: Priykant Shrimali

Last Updated: 08:10 AM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cancellation of Bank License : બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહેતા આ બેંકનું લાઇસન્સ રદ, જાણો વધુ

ADVERTISEMENT

Cancellation of Bank License : ભારતીય રિઝર્વ બેંકે બુધવારે અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું કર્યું છે. RBIએ જણાવ્યું હતું કે, કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. આ ઉપરાંત આ બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે, જેના કારણે આ મોટું પગલું ભરવું પડ્યું. ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવાનો આદેશ જાહેર કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે.

98.51 ટકા ગ્રાહકોને બધા પૈસા મળશે

લિક્વિડેશન પર દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી ફક્ત 5 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા સુધીની તેમની થાપણો પર વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર રહેશે. રિઝર્વ બેંકે વધુમાં જણાવ્યું હતું કે, સહકારી બેંક દ્વારા સબમિટ કરાયેલા ડેટા મુજબ લગભગ 98.51 ટકા ગ્રાહકો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે. 31 માર્ચ, 2024 સુધીમાં DICGC એ બેંકના ગ્રાહકોને 13.94 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.

વધુ વાંચો : ઈન્વેસ્ટર્સને રાતા પાણીએ રોવાનો વારો! મ્યુચ્યુઅલ ફંડની 97 ટકા સ્કીમમાં રૂપિયા ડૂબ્યા

કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકે બેંકિંગ વ્યવસાય બંધ કર્યો

રિઝર્વ બેંકે કહ્યું, કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક દ્વારા કામગીરી ચાલુ રાખવી ગ્રાહકોના હિત માટે હાનિકારક છે. તેની વર્તમાન નાણાકીય સ્થિતિને કારણે બેંક તેના ગ્રાહકોને સંપૂર્ણ રકમ ચૂકવી શકશે નહીં. RBIએ કહ્યું કે, જો બેંકને તેનો બેંકિંગ વ્યવસાય આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે તો તેની ગ્રાહકો પર પ્રતિકૂળ અસર પડશે. લાઇસન્સ રદ થયા પછી સહકારી બેંક બુધવાર (16 એપ્રિલ, 2025)ના રોજ વ્યવસાયના અંતે બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાનું બંધ કરશે. બેંકિંગ વ્યવસાયમાં અન્ય બાબતોની સાથે રોકડ જમા કરાવવા અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cancellation of Bank License Colour Merchants Co-operative Bank Reserve Bank of India

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ