બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજાર તેજીમાં, સેન્સેક્સમાં 700 અંકનો ઉછાળો, રિલાયન્સના શેરનો દબદબો

Stock Market Updates / સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજાર તેજીમાં, સેન્સેક્સમાં 700 અંકનો ઉછાળો, રિલાયન્સના શેરનો દબદબો

Priykant Shrimali

Last Updated: 09:52 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Updates Today : શરૂઆતના કારોબારમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનો શેર ઝડપી ગતિએ ટ્રેડ થતો જોવા મળ્યો અને તેમાં 2 ટકાનો ઉછાળો આવ્યો.

Stock Market Updates Today : આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે સોમવારે ભારતીય શેરબજારે વધારા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરૂ કર્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ) ના 30 શેરોવાળા સેન્સેક્સ ખુલતાની સાથે જ 00 પોઈન્ટનો ઉછાળો આવ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE નિફ્ટી) એ પણ 60 પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. આ સમય દરમિયાન શરૂઆતના કારોબારમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનો શેર ઝડપી ગતિએ ટ્રેડ થતો જોવા મળ્યો અને તેમાં 2 ટકાનો ઉછાળો આવ્યો.

મહત્વનું છે કે, આજે સોમવારે BSE સેન્સેક્સે 79,343.63 પર ટ્રેડિંગ શરૂ કર્યું જે તેના અગાઉના બંધ 79,212.53 થી ઉછળ્યું અને થોડી જ વારમાં તેણે મોટો ઉછાળો લીધો અને 79,668.58 ના સ્તરે ટ્રેડિંગ કરતો જોવા મળ્યો. સેન્સેક્સની જેમ નિફ્ટીએ પણ શરૂઆતથી જ ગતિ જાળવી રાખી હતી. NSEનો આ ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 24,039.35 થી ઉછળીને 24,070.25 પર ખુલ્યો અને પછી થોડા સમય પછી તે 24,152.20 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.

શુક્રવારે જોવા મળ્યો હતો ઘટાડો

ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બંને શેરબજાર સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હોવા છતાં તેઓ આખા અઠવાડિયા દરમિયાન નફામાં રહ્યા. ગયા શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોવાળો BSE સેન્સેક્સ 588.90 પોઈન્ટ ઘટીને 79,212.53 પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE નિફ્ટી) 207.35 પોઈન્ટ ઘટીને 24,039.35 પર બંધ થયો હતો.

જો આપણે વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો એશિયન બજારોમાં મિશ્ર અસરો જોવા મળી રહી છે. એક તરફ નિફ્ટી ગ્રીન ઝોનમાં વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે અને ખુલતાની સાથે જ તે 80 પોઈન્ટની આસપાસ ઉછળ્યો હતો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ પણ 233 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હોંગકોંગનો હેંગસેંગ થોડો ઘટાડો સાથે કારોબાર કરી રહ્યો છે.

વધુ વાંચો : પહેલા પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ જાણી લેજો, પછી જ ટાંકી ફુલ કરાવવા જજો

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BSE Sensex Stock Market NSE Nifty
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ