બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:35 AM, 28 April 2025
સરકારી કંપનીએ સાઓમવારે જાહેર કરેલા ભાવ પછી યુપી, બિહાર સહિત દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ફેરફાર થયો છે. જોકે દિલ્હી-મુંબઈ જેવા દેશના મહાનગરોમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પેટ્રોલ 26 પૈસા મોંઘુ થયું છે અને તે 94.98 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ડીઝલમાં પણ 30 પૈસાનો વધારો થયો અને તે 88.13 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું. ગાઝિયાબાદમાં પેટ્રોલ 26 પૈસા ઘટીને 94.39 રૂપિયા અને ડીઝલ 30 પૈસા ઘટીને 87.45 રૂપિયા પ્રતિ લિટર થયું છે. બિહારની રાજધાની પટનામાં પેટ્રોલ 22 પૈસા વધીને 105.58 રૂપિયા પ્રતિ લિટર થયું છે. જ્યારે ડીઝલ 20 પૈસા મોંઘુ થઈને 92.94 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ક્રૂડ ઓઇલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. બ્રેન્ટ ક્રૂડનો ભાવ નજીવો વધીને 67.70 ડોલર પ્રતિ બેરલ થયો છે. WTI દર પણ વધીને 63.21 ડોલર પ્રતિ બેરલ થયો છે.
ADVERTISEMENT
ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
આ શહેરોમાં ભાવ બદલાયા
નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરવામાં આવે છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઊંચા દેખાય છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ કોણ નક્કી કરે છે ?
ભારતમાં ઇંધણના ભાવ કેન્દ્રીય સત્તા દ્વારા નક્કી કરવામાં આવે છે અને વિવિધ પરિબળો અને દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ ભાવ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવે છે. ડીઝલના રિટેલર્સ અને વપરાશકર્તાઓએ આનું કડક પાલન કરવું પડશે. ઇંધણના ભાવ ઘટાડવા અથવા વધારવા માટે ઘણા પરિબળો જવાબદાર છે.
વધુ વાંચો: 26 રાજ્યોના પ્રમુખ બિઝનેસ નેતાઓએ પાકિસ્તાનને આપ્યો આર્થિક ફટકો, જાણો કઇ રીતે
ઘરે બેઠા આ રીતે ચેક કરો પેટ્રોલ-ડીઝલના ભાવ
ઘેરબેઠા પણ ગ્રાહકો પોતાના શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકે છે. જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહક છો તો RSP સાથે તમારા શહેરનો કોડ લખીને 9224992249 પર SMS કરો. જો તમે BPCLના ગ્રાહક છો તો RSP લખીને 9223112222 પર SMS મોકલી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.