બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:10 PM, 10 June 2025
Multibagger Stock: શેરબજારમાં પૈસા રોકવાનું જોખમ દરેક માટે સહેલું નથી. ખાસ કરીને નવા ખેલાડીઓ માટે. એક તરફ બજાર અનુસાર ખૂબ જ સમજદારીપૂર્વક નિર્ણય લેવો પડે છે. તો બીજી તરફ ધીરજ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે વાત એક એવા મલ્ટિબેગર સ્ટોક વિશે કે જેણે માત્ર એક વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કરી દીધા. આ માલામાલ કરનારી કંપની છે એલીકોન ઇન્ટરનેશનલ લિમિટેડ છે, જે તમાકુના વ્યવસાય સાથે સંકળાયેલ છે.
ADVERTISEMENT
એક વર્ષમાં કરોડપતિ
ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે તેનો શેર 5% ના ઉછાળા સાથે રૂ. 571.05 પર બંધ થયો. એટલે કે 52 અઠવાડિયાની ઊંચી સપાટીએ. આ શેરની કિંમત એક સમયે ફક્ત રૂ. 11 હતી. પરંતુ એક વર્ષમાં તેણે રોકાણકારોને 5000% ના જબરદસ્ત વળતર સાથે મોટો નફો આપ્યો છે. ગયા અઠવાડિયે આ શેર લગભગ 27% વધ્યો જ્યારે એક મહિનામાં તે લગભગ 57% વધ્યો.
ADVERTISEMENT

એટલે કે જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા એલીકોન ઇન્ટરનેશનલ લિમિટેડના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત લગભગ 7.5 લાખ રૂપિયા હોત. એટલે કે 1 લાખ રૂપિયાના રોકાણથી 6.5 લાખ રૂપિયાનો નફો થયો છે. આનો અર્થ એ થયો કે તેણે છ મહિનામાં 655 ટકાનું શાનદાર વળતર આપ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આ કંપનીના 11 રૂપિયાના શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, જાણો આ દમદાર સ્ટોક વિશે

ADVERTISEMENT
શેરે કર્યા માલામાલ
આને સરળ ભાષામાં સમજીએ તો જો કોઈએ આ કંપનીના શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત. તો એક વર્ષમાં 5000 ટકાથી વધુ વળતર મેળવ્યા પછી તેનું મૂલ્ય 50 લાખ રૂપિયા હોત. જ્યારે આ શેરની કિંમત એક વર્ષ પહેલા 11 રૂપિયા હતી. હવે તે 571 રૂપિયાથી વધુ છે. સ્વાભાવિક રીતેઆ રોકાણકારો માટે ઉત્તમ વળતર મેળવવાની તક છે.
ADVERTISEMENT
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.