બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 2 જ દિવસમાં 5 ગણો સબ્સ્ક્રાઇબ થયો આ IPO, GMPમાં પણ ઉછાળો, હવે છેલ્લો ચાન્સ

બિઝનેસ / 2 જ દિવસમાં 5 ગણો સબ્સ્ક્રાઇબ થયો આ IPO, GMPમાં પણ ઉછાળો, હવે છેલ્લો ચાન્સ

Vidhata Gothi

Last Updated: 01:29 PM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPO News: બે દિવસ પહેલા ખુલેલો આઈપીઓ 5 ગણો સબ્સ્ક્રાઇબ થયો. આ આઈપીઓ ખુલવાના પાંચ કલાકની અંદર સબ્સ્ક્રાઇબ થઈ ગયો. તેની GMPમાં પણ સતત ઉછાળો થઈ રહો છે.

Studds Accessories IPO: દેશની પ્રસિદ્ધ હેલ્મેટ ઉત્પાદક કંપની સ્ટડ્સ એસેસરીઝ લિમિટેડના IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં તેના શેર પણ નોંધપાત્ર પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. સ્ટડ્સ IPO 30 ઓક્ટોબરે ખુલ્યો અને માત્ર બે દિવસમાં જ 5.08 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થઈ ગયો. IPO ખુલ્યાના પાંચ કલાકમાં જ સંપૂર્ણ સબસ્ક્રાઇબ થઈ ગયો. અત્યાર સુધીમાં, કુલ 27,711,500 શેર માટે બિડ્સ મળી છે, જ્યારે ઓફરમાં ફક્ત 5,450,284 શેર ઉપલબ્ધ છે. રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા 6.03 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકાર (NII)માં 9.62 ગણી બિડ્સ લાગી. લાયક સંસ્થાકીય રોકાણકાર (QIB)માં બે દિવસમાં 0.04 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે. સ્ટડ્સ IPO 3 નવેમ્બરે બંધ થશે. આનો અર્થ એ છે કે રોકાણકારો પાસે આ IPOમાં રોકાણ કરવા માટે હજુ એક દિવસ બાકી છે.

IPO-FINAL-AND-NEW

સ્ટડ્સ એસેસરીઝનો આ IPO દ્વારા 455.49 કરોડ રૂપિયા એકત્ર કરવાનો ટાર્ગેટ છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર IPO ઓફર ફોર સેલ (OFS) ના સ્વરૂપમાં છે. આનો અર્થ એ છે કે કોઈ નવા શેર જારી કરવામાં નહીં આવે, પરંતુ હાલના શેરધારકો તેમના શેર વેચી રહ્યા છે. એટલે કે IPOમાંથી મળેલી રકમ કંપનીને બદલે શેર વેચનારા રોકાણકારોને જશે. પ્રમોટર્સ મધુ ભૂષણ ખુરાના, સિદ્ધાર્થ ભૂષણ ખુરાના અને ચાંદ ખુરાના આ ઇશ્યૂમાં કુલ 67 લાખ શેર વેચી રહ્યા છે. આનાથી કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 78.8% થી ઘટીને 61.8% થઈ જશે.

IPO-NEW-LOGO

Studds Accessories IPO પ્રાઇસ બેન્ડ

સ્ટડ્સ એસેસરીઝ IPO માટે પ્રાઇસ બેન્ડ 557 રૂપિયાથી 585 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઇશ્યુના એક લોટમાં 25 શેર છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા એક લોટ માટે બોલી લગાવવી જરૂરી છે. અપર પ્રાઇસ બેન્ડના આધારે આ IPOમાં એક લોટ માટે 14,625 રૂપિયાનું રોકાણ કરવું પડશે. IPO શેરની ફાળવણી 4 નવેમ્બર 2025ના રોજ થવાની ધારણા છે, અને લિસ્ટિંગ BSE અને NSE પર 7 નવેમ્બર 2025ના રોજ થઈ શકે છે.

vtv app promotion

Studds Accessories IPO GMP

ગ્રે માર્કેટ પર નજર રાખતી એક વેબસાઇટ પ્રમાણે, રવિવારે Studs Accessories IPO માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હાલમાં 67 રૂપિયા પ્રતિ શેર ચાલી રહ્યું છે. IPO ખુલવાના દિવસે ગુરુવારે GMP 53 રૂપિયા હતું. આનો અર્થ એ છે કે GMP વધી રહ્યું છે. હાલના GMPથી એવું જણાઈ આવે છે કે રોકાણકારોને 11.45% લિસ્ટિંગ ગેઇન મળી શકે છે.

આ પણ વાંચો: લેંસકાર્ટ બાદ હવે આવી રહ્યો છે આ ધાકડ IPO, 7 નવેમ્બરે ખુલશે GMP તો પહેલેથી જ નફામાં

બજાર નિષ્ણાતો કહે છે કે ભારતમાં ટુ-વ્હીલર બજાર ઝડપથી વધી રહ્યું છે, અને Studs Accessories આ બજારમાં આગળ વધવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેથી, આ IPO ટૂંકા ગાળાના નફા અને લાંબા ગાળાના રોકાણ બંને માટે સારી તક હોઈ શકે છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Studds Accessories IPO Studds IPO GMP IPO News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ