બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લેંસકાર્ટ બાદ હવે આવી રહ્યો છે આ ધાકડ IPO, 7 નવેમ્બરે ખુલશે GMP તો પહેલેથી જ નફામાં

બિઝનેસ / લેંસકાર્ટ બાદ હવે આવી રહ્યો છે આ ધાકડ IPO, 7 નવેમ્બરે ખુલશે GMP તો પહેલેથી જ નફામાં

Ajitsinh Jadeja

Last Updated: 08:37 PM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pine Labs IPO: લેંસકાર્ટ બાદ હવે બજારમાં વધુ એક આઇપીઓ આવી રહ્યો છે. લેંસકાર્ટના આઈપીઓ બંધ થયા પછી ફિનટેક કંપની પાઈન લેબ્સ તેનો આઈપીઓ ખોલશે.

Pine Labs IPO: લેંસકાર્ટ બાદ હવે બજારમાં વધુ એક આઇપીઓ આવી રહ્યો છે. લેંસકાર્ટના આઈપીઓ બંધ થયા પછી ફિનટેક કંપની પાઈન લેબ્સ તેનો આઈપીઓ ખોલશે. કંપનીનો આઈપીઓ 7 નવેમ્બરે ખુલશે. કંપની આ આઈપીઓ દ્વારા 2080 કરોડ નવા શેર જારી કરશે.

શેર બજારમાં દર મહિને નવા આઇપીઓ આવતા હોય છે. ફિનટેક કંપની પાઈન લેબ્સ તેનો આઈપીઓ 7 નવેમ્બરે ખુલશે. કંપનીના આઈપીઓ પર દાવ લગાવવાનું વિચારી રહેલા રોકાણકારો માટે સારા સમાચાર એ છે કે ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ ખૂબ મજબૂત છે, જે પહેલાથી જ રૂપિયા 60 નો ફાયદો દેખાડે છે.

IPO-SIMPLE

કંપનીનો આઈપીઓ

પાઈન લેબ્સ આઈપીઓ 11 નવેમ્બરે બંધ થશે. કંપનીનો આઈપીઓ 6 નવેમ્બરે એન્કર રોકાણકારો માટે ખુલશે. કંપનીમાં હાલના રોકાણકારો પણ આઇપીઓ દ્વારા શેર વેચી શકશે. કંપની ઓફર ફોર સેલ દ્વારા 8.23 કરોડ શેર જારી કરશે.

રૂપિયા 60 સુધી પહોંચ્યો જીએમપી?

ઇંવેસ્ટર્સ ગેનના અહેવાલ મુજબ ગ્રે માર્કેટમાં કંપનીનો આઇપીઓ રૂપિયા 60 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીના આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

ipo-final

કોણ શેર વેચી રહ્યું છે?

ઓફર ફોર સેલ હેઠળ પીક એક્સવી પાર્ટનર્સ, લંડન સ્થિત એકટિસ, પે પાલ, સહિત અને કંપનીના કો-ફાઉંડર લોકવીર કપૂર તેમના શેર વેચી રહ્યા છે. આ સિવાય અન્ય રોકાણકારો શેરને વેચતા જોવા મળશે.

vtv app promotion

કંપની આઇપીઓની આવકનું શું કરશે?

કંપની નવા ઇશ્યૂમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ દેવું ચૂકવવા, આઇટી સંપત્તિમાં રોકાણ, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને ટેકનોલોજી વિકાસ માટે કરશે. ભંડોળનો ઉપયોગ પેટાકંપનીઓ માટે પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ તહેવારોમાં UPI પેમેન્ટે તોડ્યાં તમામ રેકોર્ડ, લેણદેણનો આંકડો 17.8 લાખ કરોડને પાર

આ કંપનીનો વ્યવસાય ?

30 જૂન 2025 સુધીના આંકડા અનુસાર કંપની નાણાકીય વર્ષ 2025મા ગ્રોસ ટ્રાંજૈક્શન વૈલ્યૂ 11.42 લાખ કરોડ રૂપિયા હતું. આ દરમિયાન કંપનીએ 5.68 બિલિયન ટ્રાંજેક્શન કર્યા છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO IPO News Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ