બ્રેકિંગ ન્યુઝ
Vidhata Gothi
Last Updated: 03:29 PM, 6 July 2025
Business News: શુક્રવારે ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી, જ્યારે સેબીની તપાસને કારણે ચાર મોટા કેપિટલ માર્કેટ સ્ટોક્સના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડાએ બજારની નિર્ભરતા છતી કરી દીધી, કારણ કે એક વિદેશી ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ પર સેબીની કાર્યવાહીથી માત્ર તેને જ નહીં, પરંતુ તેના ભારતીય પાર્ટનર અને સમગ્ર ડેરિવેટિવ્ઝ બજારને પણ ઝટકો લાગ્યો. પરિણામે, એક જ દિવસમાં લગભગ 12,000 કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યૂ એક જ દિવસમાં સાફ થઈ ગઈ.
ADVERTISEMENT
નુવામાને સૌથી મોટો ઝટકો, શેર 11.26% ઘટ્યા
ADVERTISEMENT
જેન સ્ટ્રીટના ભારતીય ટ્રેડિંગ પાર્ટનર નુવામા વેલ્થ મેનેજમેન્ટને આ હોબાળામાં સૌથી વધુ નુકસાન થયું. શુક્રવારે તેના શેર 11.26% ઘટ્યા, જોકે સેબીની તપાસમાં તેના તરફથી કોઈ ખોટું કામ સામે ન આવ્યું. તેમ છતાં, રોકાણકારોએ ડરથી શેર વેચવાનું શરૂ કર્યું, કારણ કે જેન સ્ટ્રીટ જેવા મોટા ક્લાયન્ટના જવાથી નુવામાની કમાણી પર અસર પડી શકે છે. આ ઉપરાંત, સ્ટોક એક્સચેન્જ BSE અને બ્રોકરેજ ફર્મ એન્જલ વનના શેર પણ લગભગ 6% ઘટ્યા, જ્યારે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (CDSL) ના શેર 2% થી વધુ ઘટ્યા. આ ચાર કંપનીઓના બજાર મૂલ્યમાં કુલ 12,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
બેંક નિફ્ટી ઇન્ડેક્સ ઓપ્શન્સમાં છેડછાડ કરવાનો આરોપ
ADVERTISEMENT
બજાર નિયમનકાર સેબીએ જેન સ્ટ્રીટ અને તેના સહયોગીઓ પર બેંક નિફ્ટી ઇન્ડેક્સ ઓપ્શન્સ અને અંતર્ગત સ્ટોક્સમાં છેડછાડ કરવાનો આરોપ મૂક્યો છે. સેબીએ આ કંપનીઓને 4,844 કરોડ રૂપિયાની ગેરકાયદેસર કમાણી પરત કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી જેન સ્ટ્રીટની કથિત અનિયમિતતાઓને લઈને હતી, પરંતુ તેની અસર સમગ્ર બજાર પર પડી.
ADVERTISEMENT
જેન સ્ટ્રીટ જેવી પ્રોપ ટ્રેડિંગ કંપનીઓ ભારતીય બજારમાં ઓપ્શન્સ ટ્રેડિંગના લગભગ 50% વોલ્યુમનું સંચાલન કરે છે. બજારમાં જેન સ્ટ્રીટનું મહત્ત્વ એ હકીકત પરથી અંદાજી શકાય છે કે એક ફર્મ પાસે ઓપ્શન્સ ટ્રેડિંગનો અડધો ભાગ છે. જો આ ફર્મ બજારમાંથી નીકળી જાય છે, તો લિક્વિડિટી અને ટ્રેડિંગ વોલ્યુમ પર મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે.
આ પણ વાંચો: IPO ખરીદનારાઓ થઈ જજો સાવધાન! હવે આ નિયમો બદલાયા
ADVERTISEMENT
હાઈ-ફ્રિકવન્સી ટ્રેડિંગ પર થશે અસર
બજારના એક નિષ્ણાતે જણાવ્યું કે, જેન સ્ટ્રીટ ભારતીય બજારના સૌથી મોટા વેપારીઓમાંનો એક છે. જ્યારે આવી મોટી કંપનીઓ પર ખોટા કાર્યો માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે, ત્યારે બાકીના ખેલાડીઓ પણ સાવધ થઇ જાય છે અને તેમની પ્રવૃત્તિઓ ઘટાડે છે. આનાથી ટ્રેડિંગ વોલ્યુમ ઘટી શકે છે. જોકે, કેટલાક લોકો આ પરિસ્થિતિ વિશે આશાવાદી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.