બ્રેકિંગ ન્યુઝ
Priyankka Triveddi
Last Updated: 12:57 PM, 6 July 2025
શેરબજારના નિયમ મુજબ કોઈપણ સ્ટોક માર્કેટમાં પ્રવેશ કરે તે પહેલા તે પ્રાથમિક બજારમાં પ્રવેશ કરે છે. BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) અને NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) એ IPO સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. જે આ મહિનાથી એટલે કે જુલાઇ મહિનાથી લાગુ પાડવાની શક્યતા રહેલી છે. ત્યારે ચાલો જાણીએ કે તેની તમારા પર શું અસર પડશે?
ADVERTISEMENT
જુલાઈમાં એટલે કે આ મહિનામાં પ્રાથમિક બજારમાં ટ્રેડ થયેલા IPO માં તમને ઘણા મોટા ફેરફારો જોવા મળશે. બે મુખ્ય સ્ટોક માર્કેટ એક્સચેન્જ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) અને BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) દ્વારા IPO સંબંધિત કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
મુખ્યત્વે બે પ્રકારના IPO હોય છે. જેમાં SME અને મેઈનબોર્ડનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
કયા ફેરફારો છે?
ADVERTISEMENT
આ સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર BSE અને NSE એ નિર્ણય લીધો છે કે હવે રિટેલ રોકાણકારોએ ફક્ત એક લોટ નહીં પરંતુ ઓછામાં ઓછા બે લોટ માટે બોલી લગાવવી પડશે. આનો અર્થ એ થયો કે SME IPO લેવા માટે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ જરૂરી રહેશે.
ADVERTISEMENT
રોકાણકારો માટે શું બદલાયું?
ADVERTISEMENT
હવે રિટેલ રોકાણકારોએ IPO લેવા માટે 2 લોટ લેવા પડશે.
ADVERTISEMENT
આ એક પ્રકારનો હાઈ નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ (High Net-Worth Individual)છે. તેને સ્મોલ હાઈ નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ કહેવામાં આવે છે. IPO ખરીદવા માટે તેમને ૩ લોટ લેવા પડશે. આનો અર્થ એ કે તેમણે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
વધુ વાંચો: હવે તમારા દરેક ફંડ માટે વેબસાઈટ પર ફાફા નહીં મારવા પડે, આ રીતે થઈ જશે ટ્રેક, જાણો
આ પણ એક પ્રકારનો હાઈ નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ High Net-Worth Individual છે. તેને બોર્ડ હાઈ નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ કહેવામાં આવે છે. આ રોકાણકારો 10 લાખથી થોડું વધારે રોકાણ કરી શકે છે. જો કે તેઓ ફક્ત 3 લોટ સુધી જ ખરીદી શકશે. તે જ સમયે જો તમે મર્યાદિત મર્યાદા કરતાં વધુ લોટ ખરીદો છો તો તમને કોઈ નફો મળશે નહીં.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.