બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવે તમારા દરેક ફંડ માટે વેબસાઈટ પર ફાફા નહીં મારવા પડે, આ રીતે થઈ જશે ટ્રેક, જાણો

તમારા કામનું / હવે તમારા દરેક ફંડ માટે વેબસાઈટ પર ફાફા નહીં મારવા પડે, આ રીતે થઈ જશે ટ્રેક, જાણો

Priyankka Triveddi

Last Updated: 08:42 AM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે મલ્ટિપલ જગ્યાએ રોકાણ કર્યું છે અને હવે બધા ઇન્વેસ્ટમેન્ટનો એકસાથે ટ્રેક રેકોર્ડ રાખવા માંગો છો? પણ નથી સમજાતું કે કેવી રીતે એ થઈ શકે તો તેના માટે આ આર્ટીકલ ખાસ તમારા માટે.

ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે અલગ અલગ જગ્યાએથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય. ક્યારેક SIP દ્વારા, ક્યારેક ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં, ક્યારેક એકસાથે મોટી રકમનું રોકાણ તો થોડા સમય પછી એ સમજવું મુશ્કેલ બની જાય છે કે તમારા બધા પૈસા ક્યાં અને કેટલી જગ્યાએ રોકવામાં આવ્યા છે અને તેનું તમને કેટલું વળતર મળી રહ્યું છે. આવી સ્થિતિમાં એક વસ્તુ તમારી મદદે આવી શકે છે અને તે છેતમારો PAN નંબર.

PAN નંબર કેવી રીતે છે ઉપયોગી?

PAN નંબર ફક્ત ટેક્સ ચૂકવવા માટે નથી. તે તમારા બધા મ્યુચ્યુઅલ ફંડ રોકાણોને એક સાથે જોડે છે. તમે ગમે તેટલા પૈસા રોકાણ કર્યા હોય અને કયા ફંડમાં, દરેક રોકાણ એક જ PAN નંબર સાથે જોડાશે. આનાથી તમે અલગ અલગ ફોલિયોમાં રોકેલા પૈસા જોઈ શકો છો. આનો અર્થ એ છે કે દરેક ફંડ વિશેની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે અને કર અથવા મૂડી લાભની જાણ કરવી પણ સરળ બને છે.

CAS રિપોર્ટ આપશે સંપૂર્ણ રોકાણનો ચિતાર

SEBIના નિયમો અને ડિજિટલ ટેકનોલોજીને કારણે તમારે હવે દરેક ફંડની વેબસાઇટ પર જવાની કે log in કરવાની જરૂર નથી. હવે તમે ફક્ત PAN દ્વારા તમારું કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ (CAS) જોઈ શકો છો. આ એક રિપોર્ટ છે જેમાં તમારા નામ સાથે જોડાયેલા બધા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો વિશે માહિતી શામેલ છે. જેમ કે તમે ક્યારે રોકાણ કર્યું, કઈ યોજનામાં, તમારી પાસે કેટલા યુનિટ છે, વર્તમાન મૂલ્ય શું છે, SIP સક્રિય છે કે નહીં અને તમને કેટલું વળતર મળ્યું.

mutual-fund-new-lolgo

તમારો CAS રિપોર્ટ કેવી રીતે ચેક કરશો?

  • આ રિપોર્ટ મેળવવા માટે તમારે ફક્ત આ સ્ટેપ ફોલો કરવાના રહેશે.
  • સૌ પ્રથમ MF Central, CAMS Online, KFintech, NSDL અથવા CDSL ની વેબસાઇટ પર જાઓ.
  • ત્યાં 'રિક્વેસ્ટ CAS' અથવા 'View Portfolio' વિકલ્પ પસંદ કરો.
  • પછી જો જરૂરી હોય તો તમારો PAN નંબર, રજિસ્ટર્ડ ઇમેઇલ અથવા મોબાઇલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • તમને એક OTP મળશે. જે દાખલ કર્યા પછી તમે તમારો રિપોર્ટ જોઈ શકશો.
  • તમે નક્કી કરી શકો છો કે તમારે રિપોર્ટ એક વાર જોઈએ છે કે માસિક, અને તમે તેને ઇમેઇલ દ્વારા મોકલવા માંગો છો કે તમારી સ્ક્રીન પર જોવા માંગો છો.
pan-card

જો તમને કોઈ ઇન્વેસ્ટમેન્ટ ના દેખાય તો..?

ક્યારેક એવું બની શકે છે કે તમારા CAS રિપોર્ટમાં કેટલાક રોકાણો દેખાતા નથી. આનો અર્થ એ નથી કે પૈસા ખોવાઈ ગયા છે. એવું બની શકે છે કે ફોલિયો બીજા PAN (જેમ કે સંયુક્ત ધારકનો) સાથે લિંક થયેલ હોય અથવા તમારું KYC અપૂર્ણ હોય. આનો ઉકેલ એ છે કે તમારા ફોલિયોમાં KYC અપડેટ કરો. તમે CAMS અથવા KFintech જેવી વેબસાઇટ્સ પર આધાર દ્વારા સરળતાથી eKYC પૂર્ણ કરી શકો છો.

વધુ વાંચો: ફાયદાની વાત! 10 પ્રકારની આવક પર નહીં ચૂકવવો પડે એક પણ રૂપિયાનો ઈન્કમ ટેક્સ

Vtv App Promotion

MITRA: ભૂલી ગયેલા રોકાણો શોધવાની એક નવી રીત

SEBIએ માર્ચ 2024 માં એક નવું પ્લેટફોર્મ MITRA એટલે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેસિંગ અને રિક્લેમ એપ્લિકેશન (Mutual fund Investment Tracing and Reclaim Application) શરૂ કર્યું છે. જો તમને લાગે કે તમે પહેલા રોકાણ કર્યું હતું અને હવે ભૂલી ગયા છો. તો MITRA પર જાઓ. PAN અને જન્મ તારીખ દાખલ કરો અને જૂના fundsને ટ્રેસ કરો. આ ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેમને રોકાણ વારસામાં મળ્યું છે. એટલે કે જેમણે 2010 પહેલા ઓફલાઇન રોકાણ કર્યું હતું. જેમનો ઇમેઇલ અથવા મોબાઇલ નંબર ફોલિયોમાં નોંધાયેલ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PAN Card SEBI Mutual Fund Investment
Priyankka Triveddi
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ