બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / વગર વ્યાજે મળશે રૂ. 5,00,000 સુધીની લોન, આ રીતે કરો અરજી, ને ઉઠાવો 'લખપતિ દીદી યોજના'નો લાભ
Last Updated: 01:51 PM, 10 June 2025
Lakhpati Didi Yojana: આ યોજનાનો ઉદ્દેશ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે. સરકારનું માનવું છે કે મહિલાઓને ઉદ્યોગ સ્થાપવા માટે નાણાકીય સહાય મળવી જોઈએ. આ યોજના હેઠળ તમે 5 લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન મેળવી શકો છો. જો કે આ માટે તમારે કેટલીક દસ્તાવેજ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ઉપરાંત સરકાર દ્વારા મૂકવામાં આવેલી કેટલીક શરતો પણ પૂર્ણ કરવી પડશે. ચાલો જાણીએ શું છે આ સરકારની મહિલાઓ માટેની યોજના.
ADVERTISEMENT
સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટે ચાલી રહેલી યોજનાનું નામ છે લખપતિ દીદી યોજના. આ યોજના એ મહિલાઓ માટે ઉત્તમ તક છે જે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે વ્યાજમુક્ત લોન અને તાલીમ પણ આપે છે.
ADVERTISEMENT
ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા અને તેમની આવક વધારવા માટે જરૂરી તાલીમ આપવામાં આવે છે. સ્વ-સહાય જૂથો (SHG) મારફતે સરકારનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓની વાર્ષિક આવક રૂ. 1,00,000 (એક લાખ) સુધી વધે. જેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
લખપતિ દીદી યોજના માટે અરજી કરવા માટે તમારું રહેઠાણ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટની વિગતો અને મોબાઇલ નંબર હોવા જરૂરી છે.
ADVERTISEMENT
જો તમે સ્થાનિક સ્વ-સહાય જૂથ (SHG)ના સભ્ય નથી તો પહેલા તેમાં જોડાવું જરૂરી છે. કારણ કે આ જૂથો યોજનાની માહિતી અને સહાય પૂરી પાડે છે.
આ પણ વાંચો: આ કંપનીના 11 રૂપિયાના શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, જાણો આ દમદાર સ્ટોક વિશે

લખપતિ દીદી યોજના ભારત સરકાર દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત શરૂ કરાયેલ એક પહેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવીને તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ માટે તેમને જરૂરી તાલીમ, માર્ગદર્શન અને સહાયતા આપવાનો છે. આ યોજના અંતર્ગત, મહિલાઓને વ્યાજમુક્ત લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેનાથી તેઓ તેમના પરિવારનું આર્થિક મજબૂતીકરણ કરી શકે. આ યોજના દ્વારા વધુ મહિલાઓ સ્વ-સહાય જૂથ (SHG) દ્વારા મહિલાઓ સામાજિક અને આર્થિક પડકારોને મળીને પાર કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.