બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:54 PM, 21 May 2025
Prostarm Info Systems IPO: તમે આઇપીઓ પર દાવ લગાવવાનું વિચારી રહ્યા છો, તો આગામી અઠવાડિયામાં તમારી પાસે ઘણી તકો રહેશે. આ અઠવાડિયે ઘણી કંપનીઓના આઇપીઓ રોકાણ માટે ખુલી રહ્યા છે. આમાંથી એક પ્રોસ્ટાર્મ ઇન્ફોનો આઇપીઓ છે. ઇન્ટિગ્રેટેડ પાવર સોલ્યુશન કંપની પ્રોસ્ટાર્મ ઇન્ફોનો આઇપીઓ 27 મે ના રોજ રોકાણ માટે ખુલશે. રોકાણકારો 29 મે સુધી આ ઇશ્યૂમાં રોકાણ કરી શકશે. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 95-105 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
શું છે વિગત
ADVERTISEMENT
કંપનીના જણાવ્યા અનુસાર તેનો આઇપીઓ 27 મે ના ખુલશે અને 29 મે ના બંધ થશે. એન્કર રોકાણકારો 26 મે ના શેર માટે બોલી લગાવી શકશે. આઇપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા 10 રૂપિયાના ફેસ વેલ્યુ સાથે 1.6 કરોડ ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ શામેલ છે. આ ઓફરનું સંચાલન ચોઇસ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે બુક રનિંગ લીડ મેનેજર તરીકે કાર્ય કરે છે, જ્યારે KFIN ટેક્નોલોજીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે. પ્રોસ્ટાર્મ ઇન્ફો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને પર લિસ્ટિંગ કરવાનો ઇરાદો ધરાવે છે.
કંપનીની યોજના
પ્રોસ્ટાર્મ ઇન્ફો સિસ્ટમ્સ આઇપીઓમાંથી મળેલી કુલ રકમમાંથી રૂ. 72.50 કરોડ કંપનીની મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા, રૂ. 17.95 કરોડ દેવાની ચુકવણી કરવા અને બાકીની મૂડીનો ઉપયોગ અપ્રગટ સંપાદન અને અન્ય વ્યૂહાત્મક પહેલ પર કરવા માટે કરવાનો ઇરાદો ધરાવે છે.
આ પણ વાંચોઃ બિઝનેસ / શેરબજારની મંદી પર બ્રેક, સેન્સેક્સમાં 410 પોઈન્ટનો ઉછાળો, જાણો નિફ્ટીના હાલ
કંપનીનો વ્યવસાય
કંપની ઇંટીગ્રેટેડ પાવર સોલ્યુશન્સ પ્રદાન કરે છે. તે યુપીએસ સિસ્ટમ, લિથિયમ-આયન બેટરી પેક અને સોલાર હાઇબ્રિડ ઇન્વર્ટર સિસ્ટમ્સ સહિત વિવિધ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. તે ટર્નકી સોલાર ફોટોવોલ્ટેઇક પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ્સ પણ હાથ ધરે છે. 2008 માં રામ અગ્રવાલ દ્વારા પ્રમોટ કરાયેલ કંપની, મહારાષ્ટ્રમાં ત્રણ ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે અને 18 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 21 શાખા કચેરીઓનું નેટવર્ક જાળવી રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT