બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:06 PM, 21 May 2025
Share Market : આજે એનએસઇનો નિફ્ટી 50 પણ 129.55 પોઈન્ટ (0.52%) ના વધારા સાથે 24,813.45 પોઈન્ટ પર બંધ થયો છે.
ADVERTISEMENT
Share Market Closing 21st May 2025: શેરબજાર બુધવારે વધારા સાથે લીલા રંગમાં બંધ થયું. અગાઉ બજારમાં સતત 3 દિવસ ઘટાડો જોવા મળ્યો હતો. આજે બીએસઇ સેન્સેક્સ 410.19 પોઈન્ટ (0.51%) ના વધારા સાથે 81,596.63 પોઈન્ટ પર બંધ થયો.
ADVERTISEMENT
તેવી જ રીતે આજે એનએસઇનો નિફ્ટી 50 પણ 129.55 પોઈન્ટ (0.52%) ના વધારા સાથે 24,813.45 પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજના ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ 82,021.64 પોઈન્ટ અને નિફ્ટી 24,946.20 પોઈન્ટ પર પહોંચી ગયો હતો, ત્યારબાદ તે ફરી એકવાર ઘટવા લાગ્યો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બિઝનેસ / કોણ છે એલન મસ્કની TESLAનો CFO, જેનો પગાર છે સુંદર પિચાઈની સેલરી કરતા 13 ગણો
બજાજ ફિનસર્વના શેરમાં મોટો ઉછાળો
ADVERTISEMENT
બુધવારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 24 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને બાકીની 6 કંપનીઓના શેર લાલ નિશાનમાં નુકસાન સાથે બંધ થયા. બીજી તરફ આજે નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી 37 કંપનીઓના શેર લીલા નિશાનમાં વધારા સાથે અને બાકીની 13 કંપનીઓના શેર લાલ નિશાનમાં નુકસાન સાથે બંધ થયા. આજે સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વના શેર સૌથી વધુ 2.02 ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેર 1.87 ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.