બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટેરિફમાં રાહત મળતા કયા-કયા સેક્ટરને થશે સીધી અસર? જુઓ કોને નુકસાન-કોને ફાયદો

બિઝનેસ / ટેરિફમાં રાહત મળતા કયા-કયા સેક્ટરને થશે સીધી અસર? જુઓ કોને નુકસાન-કોને ફાયદો

Vidhata Gothi

Last Updated: 01:28 PM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડિલથી ભારતીય નિકાસકારોને મોટી રાહત મળી છે. અમેરિકાએ ભારતીય સામાન પરનો ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે. સાથે જ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ભારત પર લાદવામાં આવેલ 25 ટકાનો વધારાનો ટેરિફ પણ દૂર કરવામાં આવી રહ્યો છે.

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલની જાહેરાત થઈ ચૂકી છે. આ ડિલ અંતર્ગત અમેરિકાએ ભારતીય માલ પર લગાવવામાં આવેલો ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે. ત્યારે આ ભારતીય નિકાસકાર માટે મોટી રાહતની વાત છે. ગારમેન્ટ્સ, લેધર અને ફૂટવેર બનાવતી કંપનીઓ તાજેતરમાં જ સમર સિઝન માટે પોતાના કન્ટેનર મોકલી ચૂકી છે અને આગામી સિઝન માટે ચિંતિત હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણી નાની ભારતીય કંપનીઓએ અમેરિકા નિકાસ બંધ કરી દીધી હતી, જ્યારે મોટી કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપીને પોતાના બિઝનેસ બચાવી રહી હતી. એવામાં ભારત અને અમેરિકાની ટ્રેડ ડિલની જાહેરાત આ બધા વ્યવસાયો માટે રાહતના સમાચાર છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ડિલની જાહેરાત કરતાં જણાવ્યું કે ભારત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. સાથે જ ભારત પર રશિયા તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવેલો 25 ટકા ટેરિફ પણ હટાવવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા માટે સંમત થઈ ગયા છે. એક અહેવાલ પ્રમાણે, અધિકારિઓનું કહેવું છે કે આ દિલમાં ભારતની ચિંતાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે અને અમેરિકાની ચિંતાઓને પણ સંપૂર્ણપણે સામેલ કરવામાં આવી છે.

શું ચીન અને બાંગ્લાદેશ પર ભારે પડશે ભારત?

અમેરિકા ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને બંને દેશો વચ્ચેનો વેપાર 131.84 બિલિયન ડોલરનો સૌથી મહત્ત્વની વાત એ છે કે અમેરિકા સાથે ભારત ટ્રેડ સરપ્લસની સ્થિતિમાં છે. બંને દેશો ગયા વર્ષે ફેબ્રુઆરીથી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત કરી રહ્યા હતા અને તેમણે 2030 સુધીમાં વેપારને 500 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

અમેરિકન બજારમાં ભારતીય માલ વધુ સ્પર્ધાત્મક

ટ્રેડ ડિલ પછી અમેરિકન બજારમાં ભારતીય સામાન હવે વધુ સ્પર્ધાત્મક થઈ ગયો છે. જેમ કે ભારતીય ગારમેન્ટ્સ પર હવે માત્ર 18 ટકા ટેરિફ લાગશે, જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકાના ગાર્મેંટ્સ પર 20 ટકા ટેરિફ લાગે છે. એવી જ રીતે ભારતીય કાર્પેટને પણ ફાયદો થશે. 50 ટકા ટેરિફને કારણે ભારતીય કાર્પેટને ઘણો માર્કેટ શેર ગુમાવવો પડ્યો હતો, પણ હવે આ તુર્કીના કાર્પેટની સરખામણીમાં સસ્તા પડશે. ભારતીય ઝીંગા પણ અમેરિકન મારેક્ટમાં સસ્તા થઈ જશે. રત્ન અને ઘરેણાંની નિકાસ કરતી કંપનીઓને પણ આ નિર્ણય પછી રાહત મળી છે.

vtv app promotion

કયા સેકટર્સ પર થશે અસર

ચીનની સરખામણીમાં પણ હવે ભારતીય માલ અમેરિકામાં સસ્તો થઈ જશે, કારણ કે ચીનના મોટાભાગના સામાન પર અમેરિકામાં 34 ટકા ટેરિફ લાગે છે. જોકે, ઓટો પાર્ટ્સ અને ધાતુઓ પર હાલ પૂરતો ટેરિફ યથાવત રહેશે. કંપનીઓ હજુ આ ટ્રેડ ડિલની સંપૂર્ણ વિગતોની રાહ જોઈ રહી છે, કારણ કે આના પર કોઈ પણ સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં જ યુકે અને યુરોપિયન યુનિયન સાથે પણ ટ્રેડ ડિલ કરી છે, જેનાથી ભારતીય નિકાસકારોને પોતાના વ્યવસાયને વધુ વિવિધ બનાવવાની તક મળશે.

આ પણ વાંચો: એ 5 કારણ, જેના લીધે ભારત વિરૂદ્ધ ટ્રમ્પના તેવર નરમ પડ્યાં, જાણો

નિકાસના આંકડા અને અગાઉના ટેરિફની અસર

એપ્રિલથી નવેમ્બર 2025 વચ્ચે ભારતથી અમેરિકાની નિકાસ 11.3% વધીને 59 અબજ ડોલર પહોંચી ગઈ. આ દરમિયાન સ્માર્ટફોનની નિકાસ બમણી થઈને 16.7 અબજ ડોલર થઈ ગઈ. ઓગસ્ટમાં ભારતીય સામાન પર 25% ટેરિફ લાદવામાં આવ્યો હતો, અને તેના પછી રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે 25% વધારાનો ટેરિફ પણ લગાવવામાં આવ્યો હતો. ઘણી કંપનીઓએ આ ટેરિફથી બચવા માટે વધુ સામાન પહેલા જ અમેરિકા મોકલી દીધો હતો. આ સિવાય ભારતથી અમેરિકામાં થતી લગભગ 40 ટકા નિકાસ પર ટેરિફ લાગુ ન હતો, જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્મા સેક્ટર્સ સામેલ છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump Tariff Cut US Market India US Trade Deal
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ