બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:12 AM, 19 April 2025
Gold Rate Today In India: સોનાના ભાવ સતત વધી રહ્યા છે. ભારતમાં સોનાના ભાવે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 19 એપ્રિલના સોનાના ભાવે નવી સર્વકાલીન ઊંચી સપાટી બનાવી દીધી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે થોડા દિવસોમાં સોનું 1 લાખ રૂપિયાને પાર કરી જશે.
ADVERTISEMENT
હાલમાં દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 97 હજાર રૂપિયાને પાર કરી ગયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 270 રૂપિયાનો વધારો થયો છે અને તે 97,730 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જો આપણે ઝવેરાત ખરીદનારાઓની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 89 હજાર રૂપિયાથી વધુ છે. આમાં પણ 270 રૂપિયાનો વધારો થયો છે.
ADVERTISEMENT

અમેરિકાની ટેરિફ પોલિસી અને વૈશ્વિક મંદીના ભય વચ્ચે લોકો સોનામાં વધુ રોકાણ કરી રહ્યા છે. જેના કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાના નબળા પડવાના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. દરમિયાન ભારતમાં લગ્નની મોસમ ચાલી રહી છે, જેના કારણે ઊંચા ભાવ હોવા છતાં માંગ વધી છે.
ADVERTISEMENT
જોકે આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે ચાંદીનો ભાવ 99,900 રૂપિયા પ્રતિ કિલો રહી છે. ચાલો જાણીએ કે દેશના મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું છે?

ADVERTISEMENT
19 એપ્રિલ 2025 ના દેશના વિવિધ શહેરોમાં સોનાનો ભાવ ?
દિલ્હી સોનાનો ભાવ: આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 97,730 રૂપિયા છે. 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ લગભગ 89,600 રૂપિયા છે.
ADVERTISEMENT
મુંબઈ સોનાનો ભાવ: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 97,580 રૂપિયા છે. 22 કેરેટ સોનાની કિંમત 89,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતા સોનાનો ભાવ: કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 89,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 97,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ADVERTISEMENT

સોનાનો ભાવ ચેન્નાઈ: ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 97,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદ સોનાનો ભાવ: અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 89,500 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 97,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
લખનૌમાં સોનાનો ભાવ: લખનૌમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 97,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ પણ વાંચોઃ કામની વાત / PNB સહિત ત્રણ મોટી બેંકોને RBIએ ફટકાર્યો દંડ, બેંકના કરોડો ગ્રાહકો પર શું અસર?
જયપુરમાં સોનાનો ભાવ: જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 97,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
બેંગલુરુ: બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. 24 કેરેટ સોનાની કિંમત 97,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાનો ભાવ નોઈડા: નોઈડામાં 22 કેરેટ સોનાનો ભાવ 89,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 97,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.