બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:32 PM, 25 August 2025
IPO News: વિક્રણ એન્જિનિયરિંગનો આઇપીઓ 26 ઓગસ્ટથી દાવ લગાવવા માટે ખુલી રહ્યો છે. વિક્રણ એન્જિનિયરિંગના આઇપીઓમાં શેરનો ભાવ રૂપિયા 97 છે. વિક્રણ એન્જિનિયરિંગના શેર 3 સપ્ટેમ્બર 2025 ના બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે. વિક્રણ એન્જિનિયરિંગની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. વિક્રણ એન્જિનિયરિંગ એક એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપની છે.
ADVERTISEMENT

શેર બજારમાં દર મહિને નવા આઇપીઓ આવતા હોય છે. જેમાં તમે રોકાણ કરી નફો મેળવી શકો છો. દાવ લગાવવા માટે બીજો આઇપીઓ ખુલવા જઈ રહ્યો છે. આ વિક્રણ એન્જિનિયરિંગનો આઇપીઓ છે. કંપનીનો આઇપીઓ 26 ઓગસ્ટ 2025 થી સબ્સ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે અને તે 29 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે.
ADVERTISEMENT
આઇપીઓ ખુલતા પહેલા વિક્રણ એન્જિનિયરિંગના શેર ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. વિક્રણ એન્જિનિયરિંગના શેર પહેલાથી જ ગ્રે માર્કેટમાં 19 ટકાથી વધુ પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. વિક્રણ એન્જિનિયરિંગના પબ્લિક ઇશ્યૂનું કુલ કદ રૂ. 772 કરોડ સુધી છે.

ADVERTISEMENT
કંપનીના શેરની કિંમત 97 રૂપિયા
વિક્રણ એન્જિનિયરિંગના આઇપીઓમાં શેરની કિંમત 97 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર પહેલાથી જ 19 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. જે રોકાણકારોને આઇપીઓમાં વિક્રણ એન્જિનિયરિંગના શેર ફાળવવામાં આવશે તેઓ લિસ્ટિંગના દિવસે 19 ટકાથી વધુ નફાની અપેક્ષા રાખી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બિઝનેસ / એક તીરથી બે નિશાન! GST 2.0થી ટ્રમ્પના ટેરિફની હવા નીકળશે, મોંઘવારી પણ ઘટશે
ADVERTISEMENT
આ આઇપીઓમાં સામાન્ય રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 13 લોટ માટે દાવ લગાવી શકે છે. આઇપીઓના એક લોટમાં 148 શેર હોય છે. આઇપીઓના એક લોટ માટે સામાન્ય રોકાણકારોએ 14,356 રૂપિયાનું રોકાણ કરવા પડશે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.