બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / એક તીરથી બે નિશાન! GST 2.0થી ટ્રમ્પના ટેરિફની હવા નીકળશે, મોંઘવારી પણ ઘટશે

બિઝનેસ / એક તીરથી બે નિશાન! GST 2.0થી ટ્રમ્પના ટેરિફની હવા નીકળશે, મોંઘવારી પણ ઘટશે

Priykant Shrimali

Last Updated: 04:50 PM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India To Trump Tariff : સરકાર બનાવી રહી છે GST 2.0 તરીકે ઓળખાતા ટેક્સ સિસ્ટમમાં મોટા ફેરફાર લાવવાની યોજના, જાણો કઈ રીતે ટ્રમ્પ ટેરિફ નબળું પડશે ?

India To Trump Tariff : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલ ટેરિફને લઈ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા 'ટ્રંપ ટેરિફ'ને કારણે ભારતના નિકાસ પર ગંભીર અસર પડી રહી છે. જોકે કેન્દ્ર સરકાર હવે ભારતીય બજારને મજબૂત બનાવી આ આંચકાનો સામનો કરવાની તૈયારીમાં છે. આ માટે સરકાર GST 2.0 તરીકે ઓળખાતા ટેક્સ સિસ્ટમમાં મોટા ફેરફાર લાવવાની યોજના બનાવી રહી છે.

હવે જાણો શું છે આ GST 2.0 ?

15 ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા પરથી PM મોદીની જાહેરાત બાદ GSTમાં મોટાં બદલાવ લાવવા માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. હાલની 12% અને 28% જેવી ઊંચી દરોની જગ્યાએ હવે મોટાભાગની વસ્તુંઓને નીચી દરમાં લાવવાનું આયોજન છે. એટલે કે ખોરાક, કપડાં, ઘરવપરાશની ચીજવસ્તુઓ જેવી જરૂરિયાતની વસ્તુઓ હવે સસ્તી થઈ શકે છે.

ટ્રંપ ટેરિફ સામે દેશની રણનીતિ

વિશ્વ સ્તરે નિકાસમાં ઘટાડો થતા દેશની અંદર માંગ વધારવી અને ઘરેલુ બજારને મજબૂત બનાવવી જરૂરી બની ગઈ છે. એક રિપોર્ટ અનુસાર જો વસ્તુઓ સસ્તી થશે તો લોકો વધુ ખરીદશે. વધુ માંગ ઊભી થશે, વેપારીઓની વેચાણ વધશે, ઉદ્યોગો વધુ ઉત્પાદન કરશે અને રોજગારી ઊભી થશે. આથી દેશમાં આર્થિક પ્રવાહ વધી શકે છે અને ટ્રંપ ટેરિફથી થતા નિકાસના નુકસાનને અંશતઃ સરવાઈ શકાય છે.

તો શું મોંઘવારીમાં રાહત થશે ?

આ તરફ હવે જો આપણે મોંઘવારીની વાત કરીએ તો GST દરમાં ઘટાડાથી ખાદ્યપદાર્થો અને જરૂરિયાતની ચીજવસ્તુઓની કિંમતમાં અંદાજે 10% સુધી ઘટાડો થઈ શકે છે. આથી મોંઘવારીના દરમાં પણ 50-60 બેસિસ પોઈન્ટ સુધી ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચો : શું તમે પણ મહિને 25,000 કમાઓ છો? તો રમતા-રમતા ભેગું થઇ જશે 10,00,00,000નું ફંડ!

જોકે કેટલાક અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે, GST દર ઘટાડવાથી સરકારે જે આવક કમાવતી હતી તેમાં ઘટાડો થઈ શકે છે. તેમજ નિકાસનું મોટું નુકસાન માત્ર GST કાપથી પૂરું થવું મુશ્કેલ છે. એટલે આ પગલું સહાયક છે, પરંતુ તેને સંપૂર્ણ ઉપાય માની લઈ શકાતું નથી. જોકે આ મુદ્દા પર 2-3 સપ્ટેમ્બરે યોજાનારી GST પરિષદની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો આ બદલાવ અમલમાં આવે છે તો તે દેશની અર્થવ્યવસ્થાને વધુ સ્થિર અને મજબૂત બનાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tariff Donald Trump GST 2.0
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ