બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શું તમે પણ મહિને 25,000 કમાઓ છો? તો રમતા-રમતા ભેગું થઇ જશે 10,00,00,000નું ફંડ!

તમારા કામનું / શું તમે પણ મહિને 25,000 કમાઓ છો? તો રમતા-રમતા ભેગું થઇ જશે 10,00,00,000નું ફંડ!

Priyankka Triveddi

Last Updated: 02:39 PM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ નોકરી શરૂ કરો એની સાથે જ પેન્શનનું પ્લાનિંગ કરવું એ અગત્યનું થઈ ગયું છે. સરકારી નોકરી કરતાં હોય તો પણ EPFO કે NPS માં એટલું પેન્શન નથી મળતું કે આ મોંઘવારીના જમાનામાં સન્માનપૂર્વક જીવી શકાય. માટે નોકરી મળે કે તરત જ રિટાયરમેન્ટ કોર્પસ લોકો બનાવે છે. ચાલો જાણીએ કે સામાન્ય માણસ એક યોજનબધ્ધ રીતે કયા રોકાણ કરી શકે અને કેવી રીતે તેની લિમિટેડ કમાણી માંથી 10 કરોડ રૂપિયાની રિટાયરમેન્ટ કોર્પસ બનાવી શકે છે.

આજકાલ નોકરી મળે કે એની સાથે જ રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ જરૂરી છે. જે લોકો મહિને 25000 કમાય છે તેઓ મોટા ભાગે તેમના ઓછા પગારને લઈને રોતાં હોય ચ. પરંતુ જો માણસ સાચી રીતે અને સાચી જગ્યાએ પૈસા બચાવે અને ઇન્વેસ્ટ કરે તો તે 25 વર્ષ નિયમિત રોકાણ કરીને 10 કરોડથી પણ વધારે કોર્પસ બનાવી શકે છે જેના માટે તેણે 70:15:15 ના ફોર્મ્યુલા પર અમલ કરવાનો રહેશે.

પ્લાનિંગ મુજબ રોકાણ

આજે મોંઘવારી દિવસે ડબલ અને રાતે ચારગણા વેગે વધી રહી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ નિવૃત્તિ પછી આરામથી જીવવા માટે પૂરતા પૈસા રાખવા માંગે છે. વધતી જતી મોંઘવારી વચ્ચે નિવૃત્તિ માટે બચત કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ખાસ કરીને તેમના માટે જેમની સેલેરી ઓછી છે. પરંતુ એક મોટું રિટાયરમેન્ટ ફંડ બનાવવું અશક્ય નથી. પૈસાનું યોગ્ય રીતે મેનેજમેન્ટ અને તેને સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરીને ઓછા પગારવાળા લોકો પણ કરોડો રૂપિયાનું ફંડ બનાવી શકે છે.

money-vastu-tips

70:15:15 ફોર્મ્યુલા

રોકાણમાં 70:15:15ની ફોર્મ્યુલા કામ કરે છે. જો તમે આ ફોર્મ્યુલા અપનાવો છો તો તે તમને આર્થિક રીતે મજબૂત બનાવે છે. તે તમને ભવિષ્ય માટે આયોજન કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે કોઈ સમાધાન કરવું જરૂરી નથી. તમે તમારી વર્તમાન જીવનશૈલી સાથે સમાધાન કર્યા વિના આ બધું કરી શકો છો. રોકાણની આ પદ્ધતિ ખૂબ જ સરળ અને અસરકારક છે.

પગારના 3 ભાગ કરો

આ ફોર્મુલામાં તમારી મહિનાની કમાણીના 3 ભાગ કરી દો. જેમાં પહેલો 70% હિસ્સો તમારા ઘર ખર્ચ જેવ કે ઘરનું ભાડું, કરિયાણું, લાઇટ બિલ, સ્કૂલ ફી વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કાઢી લૉ, 15% હિસ્સો ઇમરજન્સી માટે સાચવીને રાખો જેથી અચાનક જરૂર પડે તો તે રૂપિયા કામ આવી શકે. અને બાકીના 15% મ્યુચુઅલ ફંડ કે SIP માં ઇન્વેસ્ટ કરો.

sip

સ્ટેપ અપ SIP મોડેલ અપનાવો

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા SIP માં "સ્ટેપ-અપ SIP" મોડેલ નામનું એક મોડેલ છે. આ મોડેલમાં તમે દર વર્ષે તમારા રોકાણની રકમ વધારી શકો છો. તે તમારા પગારમાં વધારા સાથે તાલ મિલાવશે. દર વર્ષે તમારા SIP યોગદાનમાં 10% વધારો કરવાથી તમને 25 વર્ષમાં ખૂબ સારા પરિણામો મળી શકે છે.

Compoundingની શક્તિ

આ વ્યૂહરચનાની સફળતાનું રહસ્ય Compounding' છે. Compounding નો અર્થ એ છે કે તમે તમારા રોકાણ પર જે વ્યાજ મેળવો છો તે તેના પર પણ વ્યાજ મેળવે છે. આનાથી સમય જતાં તમારા રોકાણનું મૂલ્ય ઝડપથી વધે છે. વહેલા શરૂ કરવાથી Compoundingની અસર વધુ વધે છે.

વધુ વાંચો: તમારી પાસે પણ આ બેંકનું ક્રેડિટ કાર્ડ છે? તો 1 સપ્ટેમ્બરથી બદલાઇ રહ્યો છે આ નિયમ

Vtv App Promotion 2

10 કરોડનું ફંડ કેવી રીતે ભેગું કરશો?

હવે ધારો કે તમે મહિને 25000 રૂપિયા કમાઓ છો તો અને તમારે 10 કરોડનું ફંડ ભેગું કરવું છે તો તમારે ડર મહિને 3750 રૂપિયાનું SIP શ્કરું કરવી જોઈએ. જો તમે દર વર્ષે તમારા રોકાણમાં 10% વધારો કરો છો અને 25 વર્ષ સુધી સતત રોકાણ કરો છો. તો તમારી પાસે 10.68 કરોડ રૂપિયાનું કોર્પસ જમા થઈ જશે. આ અંદાજ દર વર્ષે 12%ના રિટર્નના આધારે બનાવવામાં આવ્યો છે. આમાં તમારું કુલ રોકાણ 2.95 કરોડ રૂપિયા હશે અને તમને 7.73 કરોડ રૂપિયાનું વળતર મળશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Systematic Investment Retirement Fund Pension plans
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ