બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:07 PM, 25 August 2025
1 સપ્ટેમ્બર 2025 થી SBI તેના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે અને જેની સીધી અસર કાર્ડ ધારકો પર પડશે. SBI કાર્ડ તરફથી એક નોટિસ દ્વારા માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે પહેલી તારીખથી કેટલાક કાર્ડ્સ પર રિવોર્ડ પોઈન્ટ્સ નાબૂદ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI ક્રેડિટ કાર્ડ્સના નિયમોમાં ફેરફાર કરી રહી છે અને આ પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ અંતર્ગત, લાઈફસ્ટાઈલ હોમ સેન્ટર SBI કાર્ડ, લાઈફસ્ટાઈલ હોમ સેન્ટર SBI કાર્ડ સિલેક્ટ અને લાઈફસ્ટાઈલ હોમ સેન્ટર SBI કાર્ડ પ્રાઇમ ધારકોના લાભો ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે અને કેટલાક વ્યવહારો પર ઉપલબ્ધ SBI રિવોર્ડ પોઈન્ટ્સ રદ કરવામાં આવી રહ્યા છે.
હવે આ વ્યવહારો પર કોઈ રિવોર્ડ પોઈન્ટ નહીં
ADVERTISEMENT
જો આપણે 1 સપ્ટેમ્બરથી બદલાતા નિયમો પર નજર કરીએ, તો SBI કાર્ડ્સ હવે આ ક્રેડિટ કાર્ડ્સ દ્વારા ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર કરવામાં આવતા કોઈપણ વ્યવહાર પર કોઈ રિવોર્ડ પોઈન્ટ આપશે નહીં. એટલું જ નહીં, જો ગ્રાહક કોઈપણ પ્રકારનો સરકારી વ્યવહાર અથવા સરકારી સેવાઓના ઉપયોગ માટે વ્યવહાર કરે છે, તો આવા ખર્ચ પર કોઈ રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, બેંક દ્વારા તેની નોટિસમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સમાન નિયમ વેપારી વ્યવહારો પર પણ લાગુ પડશે.
આ સાથે, આવતા મહિનાથી જ, 16 સપ્ટેમ્બર 2025થી, બધા CPP (કાર્ડ પ્રોટેક્શન પ્લાન) SBI કાર્ડ ગ્રાહકોને તેમની સંબંધિત નવીકરણ તારીખના આધારે અપડેટેડ પ્લાન વેરિઅન્ટમાં આપમેળે ટ્રાન્સફર કરવામાં આવશે. SBI કાર્ડ્સ નિયત તારીખના ૨૪ કલાક પહેલા SMS/EMAIL દ્વારા આ વિશે જાણ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઓનલાઈન ગેમિંગની કમાણી પર કેટલો ટેક્સ લાગે? ITR ફાઈલ કરતા પહેલા જાણો નિયમો
ગયા મહિને આ સેવા બંધ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
SBI કાર્ડ્સ ક્રેડિટ કાર્ડ ધારકો માટે પહેલાથી જ નિર્ધારિત નિયમોમાં સતત ફેરફાર કરી રહ્યું છે. અગાઉ, જુલાઈ અને ચાલુ ઓગસ્ટ મહિનામાં મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ અંતર્ગત, SBI કાર્ડે તેના ઘણા કાર્ડ્સ પર ઉપલબ્ધ કોમ્પ્લિમેન્ટરી એર એક્સિડન્ટ કવર બંધ કરી દીધું હતું. જે 50 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું હતું. આ ફેરફારો બધા SBI Elite, SBI Prime કાર્ડ વપરાશકર્તાઓ માટે કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.