બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બચીને રહેજો! આ IPOમાં ન લગાડતા જરા પણ પૈસા, અનલકી બન્યો છે, ખાઈ જાય પૈસા

બિઝનેસ / બચીને રહેજો! આ IPOમાં ન લગાડતા જરા પણ પૈસા, અનલકી બન્યો છે, ખાઈ જાય પૈસા

Last Updated: 02:08 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો તો તમારા માટે આ જાણવું જરૂરી છે કે શેર માર્કેટના આંકડાઓ હાલ કઈ હાલતમાં છે. આ એક શેર સતત સતત નુકશાન કરાવી રહ્યો છે. રોકાણ કરતાં પહેલા જાણી લો કે કયા શેરમાં ઇન્વેસ્ટ કરવું નહીં?

શેર માર્કેટના સતટ વધતાં અને ઘટતાં ભાવ વચ્ચે આજે એક શેર રોકાણકારો માટે ખુલ્લો મૂકવામાં અઆવ્યો છે. જેના ભાવમાં પહેલા વધારો અને અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો તમે પણ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો તો જાણી લો કયા શેરમાં ઇન્વેસ્ટ કરવાથી બચવું જોઈએ?

જ્વેલરી બ્રાન્ડનો IPO

બ્લુ સ્ટોન જ્વેલરીના IPO માટે રોકાણકારોમાં શરૂઆતમાં જે ઉત્સાહ દેખાય રહ્યો હતો હાલ તે સાવ ઠંડો પડી રહ્યો છે. બ્લુ સ્ટોન એક જ્વેલરી બ્રાન્ડ છે તેનો IPO આજથી પ્રાઇમરી માર્કેટમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને તેમાં 13 ઓગસ્ટ 2025 સુધી રોકાણની તક છે.

IPO-FINAL

કંપનીએ આ IPO માટેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 492 થી રૂપિયા 517 પ્રતિ શેર નક્કી કરી છે. IPO ખોલવામાં આવ્યો તે પહેલા જ તેનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 35 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, પરંતુ હવે તે ઘટીને માત્ર 11 રૂપિયા પર આવી ગયો છે. તેથી હવે લિસ્ટિંગ થવા પર મોટી કમાણી થઈ શકે તેની સંભાવના નહિવત લાગી રહી છે.

આ IPO કેટલો મોટો છે?

IPO ખૂલતાંની સાથે જ તેના શેર ગ્રે માર્કેટમાં સારા રિવ્યુ આપી રહ્યા નથી. હાલ તેનો GMP 11 રૂપિયા છે. જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો 517 રૂપિયાના ઉપરના ભાવ પર લિસ્ટિંગ પ્રાઇસ લગભગ 526 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

IPO-NEW-LOGO

ગ્રે માર્કેટની સ્થિત

  • ઓફર સાઇઝ: રૂપિયા 1,540.65 કરોડ
  • ફ્રેશ ઇશ્યૂ: 1.59 કરોડ શેર
  • OFS: 1.39 કરોડ શેર
  • લોટ સાઇઝ: 29 શેર
  • એક લોટ પર રોકાણ: રૂપિયા 14,993 (અપર પ્રાઇસ બૅન્ડ પર)
  • બુક રનિંગ લીડ મેનેજર: એક્સિસ કેપિટલ લિમિટેડ
  • રજીસ્ટ્રાર: કેફિન ટેક્નોલોજીઝ લિમિટેડ

IPO વિશે મહત્વની માહિતી

બ્લુ સ્ટોન જ્વેલરી બ્રાન્ડના IPO માટે ઓફર સાઇઝ રૂપિયા 1,540.65 કરોડ રાખવામાં આવી છે. તેની ફ્રેશ ઇશ્યૂ પ્રાઇસ 1.59 કરોડ શેર છે. આ IPO માટે સેલ ઓફર 1.39 કરોડ શેર છે. તેની લોટ સાઇઝ 29 શેર છે. એક લોટ પર રોકાણ માટે અપર પ્રાઇસ બૅન્ડ રૂપિયા 14,993 છે. બ્લુ સ્ટોન જ્વેલરી બ્રાન્ડના બુક રનિંગ લીડ મૅનેજર એક્સિસ કેપિટલ લિમિટેડ અને તેનો રજીસ્ટ્રાર કેફિન ટેક્નોલોજીઝ લિમિટેડ છે .

વધુ વાંચો: આ શેર ખરીદ્યા હોય તો તમે ફાયદામાં, મળશે આ મોટા લાભ, 2 દિવસમાં થઈ જશે જાહેરાત!

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bluestone IPO GMP IPO market analysis IPO investment tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ