બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:16 PM, 8 April 2025
ગત 2 એપ્રિલથી ટ્રમ્પ સરકારે લાદેલ નવા ટેરિફની શરૂઆત થઈ છે. પરંતુ એ પહેલા જ્યારથી ટેરિફની જાહેરાત થઈ હતી ત્યારથી જ રોકાણકારોનો વિશ્વાસ માર્કેટમાંથી ડગી ગયો હતો અને રોકાણકારો સોનામાં રોકાણ કરવાનું ચાલુ કર્યું હતું જેના લીધે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. આ ઉછાળો વધીને તેના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો ત્યારે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સોનાના ભાવમાં ઘટાડો થશે. ચાલો જાણીએ કે સોનાના ભાવ કેમ અને કેવી રીતે આટલા ઘટી શકે છે અને આ ઘટાડાનું કારણ શું હશે. હાલમાં ભારતમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 90000 ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સોનાનો ભાવ 56000 રૂપિયા પ્રતિ તોલા થશે?
એક અહેવાલ મુજબ યુએસ સ્થિત વિશ્લેષકો માને છે કે આગામી થોડા વર્ષોમાં સોનાના ભાવમાં 38%નો ઘટાડો થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારતમાં સોનાના ભાવમાં લગભગ 40%નો ઘટાડો થવાથી સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 55000 સુધી પહોંચી શકે છે. સોનાના ભાવમાં આ મોટા ઘટાડા પાછળના કેટલાક મહત્વપૂર્ણ કારણો આ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સોનાના ભાવમાં ઘટાડાનું એક કારણ સરપ્લસ પુરવઠો હોઈ શકે છે. કારણ કે 2024 ના બીજા ક્વાર્ટરમાં ખાણકામનો નફો 950 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યો. વધુમાં વૈશ્વિક અનામત 9% વધીને 216265 ટન થઈ ગયું છે.
ADVERTISEMENT
સોનાનો પુરવઠો વધ્યો છે પરંતુ માંગમાં ઘટાડો થયો છે. હકીકતમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકો સંપાદનની ગતિ ધીમી કરે તેવી અપેક્ષા છે. તે જ સમયે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક સર્વે મુજબ 71% સેન્ટ્રલ બેંકો તેમના સોનાના ભંડાર ઘટાડવા અથવા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાની યોજના બનાવી રહી છે.
ADVERTISEMENT
2024 માં સોના ક્ષેત્રમાં મર્જર અને એક્વિઝિશનમાં 32% નો વધારો થયો. જે બજારમાં કિંમતોની દ્રષ્ટિએ ટોચનો સંકેત આપે છે.
આ પણ વાંચો : નવી એક્સાઇઝ ડ્યુટી પછી પેટ્રોલ-ડીઝલનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
બેંક ઓફ અમેરિકાને વધારાની અપેક્ષા
બેંક ઓફ અમેરિકા જેવી કેટલીક મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થાઓએ આગામી બે વર્ષમાં સોનાનો ભાવ 3500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાની આગાહી કરી છે. બીજી તરફ ગોલ્ડમેન સૅક્સ માને છે કે આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ 3300 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાની ધારણા છે. આવી સ્થિતિમાં ભારતીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.