બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:00 AM, 8 April 2025
Petrol-Diesel Prices : પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો કર્યો છે પરંતુ તેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં. હાલમાં સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર ૧૯.૯૦ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર ૧૫.૮૦ રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલતી હતી પરંતુ આ વધારા પછી પેટ્રોલ પર પ્રતિ લિટર ૨૧.૯૦ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર ૧૭.૮૦ રૂપિયા ડ્યુટી વસૂલવામાં આવશે.
ADVERTISEMENT
નોંધનિય છે કે, આ ખર્ચ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ઉઠાવવામાં આવશે. આજે એટલે કે ૮ એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી તેલ કંપનીઓએ વેબસાઇટ પર આજના ભાવ અપડેટ કર્યા છે. આવો જાણીએ કે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે ?

ADVERTISEMENT
જાણો તમારા શહેરના ભાવ ?
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : નજીક આવ્યો, લોક તોડ્યો, અને આંખના પલકારામાં જ કરી બાઈકની ઉઠાંતરી
ઘરે બેઠા દર તપાસો
ADVERTISEMENT
સરકારી તેલ કંપની દરરોજ સવારે 6 વાગ્યે દરેક શહેરના પેટ્રોલ અને ડીઝલના દર અપડેટ કરે છે. તમે ઘરે બેઠા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહક છો, તો પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાણવા માટે, તમે શહેર કોડ સાથે RSP લખીને 9224992249 પર SMS મોકલી શકો છો. જો તમે BPCLના ગ્રાહક છો, તો તમે RSP લખીને 9223112222 પર SMS મોકલી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.