બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:21 AM, 12 March 2025
સોના અને ચાંદીના વેપારની શરૂઆતમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે 12 માર્ચે ચાંદીના ભાવ ઊંચા સ્તરે ખુલ્યા. સુસ્ત શરૂઆત પછી સોનાના ભાવમાં પણ સુધારો થયો. હાલ સોનાનો ભાવ લગભગ 86,200 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ લગભગ 98500 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભવિષ્યમાં વધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
ધીમી શરૂઆત પછી ભાવમાં વધારો
સોનાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાનો એપ્રિલનો બેન્ચમાર્ક કોન્ટ્રેક્ટ 13રૂપિયાથી ઘટીને 85139 રૂપિયા પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ 86152 રૂપિયા હતો. જો કે ત્યારબાદ 44 રૂપિયાના વધારા સાથે હાલ સોનાનો ભાવ 86196 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ADVERTISEMENT

ચાંદીમાં પણ ચમકાટ
ADVERTISEMENT
ચાંદીના ભાવની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ. બુધવારે MCX પર ચાંદીનો બેન્ચમાર્ક માર્ચ કોન્ટ્રાક્ટ 430 રૂપિયના વધારા સાથે 98562 રૂપિયા પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ 98132 રૂપિયા હતો.ત્યારબાદ 398 રૂપિયાના વધારા સાથે 98530 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વધુ વાંચો: ગ્રીન ઝોનમાં ખુલ્યું આજનું શેર બજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો, જાણો આજનું માર્કેટ
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત શરૂઆત
આજે સોના અને ચાંદીના ભાવિ ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધારા સાથે શરૂ થયા. કોમેક્સ પર સોનું 2922.30 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ 2920.90 ડોલર પ્રતિ ઔંસ હતો. તે 1.70 વધીને 2922.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. કોમેક્સ પર ચાંદીના ભાવ 33.37 ડોલર પર ખુલ્યા. અગાઉનો બંધ ભાવ 33.14 ડોલર હતો. હાલ તે 0.15 ના વધારા સાથે 33.29 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.