બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સરકારી કંપનીના રોકાણકારોને ડબલ ફાયદો! ડિવિડન્ડની સાથે આપશે બોનસ શેર, જાણો રેકોર્ડ ડેટ
Last Updated: 07:59 PM, 23 May 2025
સરકારી કંપની કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે બોનસ શેર આપવાનો નિર્ણય લીધો છે. કંપની પાંચમી વખત ઈન્વેસ્ટરોને બોનસ શેર આપશે. આની જાહેરાત ગુરુવારે થઈ ગઈ છે. જણાવી દઈએ કે કંપનીએ ડિવિડંટની પણ જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT
ડિવિડન્ટ આપી રહી છે કંપની
PSU સ્ટોક કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક્સચેન્જને માહિતી આપી છે કે 5 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેર પર 2 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે. એટલે યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 40 % ફાયદો આપશે. આ ડિવિડન્ડના કંપનીએ 6 જૂનની તારીખની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
ADVERTISEMENT
5 મી વખત કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જઈ રહી છે બોનસ શેર
22 મેએ એક્સચેન્જને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે 5 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 4 શેર પર એક શેર બોનસના રૂપે આપવામાં આવશે. આ બોનસ ઇસ્યુ માટે કંપનીએ હજુ સુધી રેકોર્ડ ડેટની જાહેરાત નથી કરી.
આની પહેલા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 2008 માં ઈન્વેસ્ટરોને બોનસ શેર આપ્યા હતા. ત્યારે કંપનીએ એક શેર પર એક શેર બોનસ આપ્યા હતા. બીજી વખત કંપનીએ 2013 માં 2 પર એક શેર બોનસ આપ્યો હતો. ત્યારે, ત્રીજી 2017 માં અને ચોથી 2019 માં 4 શેર પર એક બોનસ શેર આપ્યા હતા.
શેર બજારમાં કેવું રહ્યું પ્રદર્શન?
કંપનીના શેરોની કિંમતોમાં ગત અઠવાડિયે 10% થી વધારે તેજી જોવા મળી છે. આમ છતાં પણ એક વર્ષમાં કંપનીના શેર હોલ્ડર્સ 35% તૂટયા છે. ત્યારે તમને જણાવી દઈએ કે કંપનીની 52 વીક હાઈ પ્રાઇસ 1193.95 રૂપિયા અને લો પ્રાઇસ 601.65 રૂપિયા છે.
વધુ વાંચો:શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજીનું તોફાન, સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ
કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના 23 મે 2025 શુક્રવારે ઘટાડા સાથે ખુલ્યા હતા. BSE માં શેર 718.10 રૂપિયા પર ખૂલ્યા છે. શરૂઆતી ટ્રેડિંગ સેશનમાં ભાવ 4% થી વધારે તૂટ્યો હતો.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT