બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જલ્દી કરો, નહીંતર રહી જશો! રેલવેમાં બહાર પડી બમ્પર વેકેન્સી, કંચનજંગા દુર્ઘટના બાદ લેવાયો મોટો નિર્ણય
Last Updated: 11:28 AM, 19 June 2024
Indian Railway Recruitment : પશ્ચિમ બંગાળમાં કાંચનજંગા ટ્રેન દુર્ઘટનાના બીજા દિવસે એટલે કે સોમવારે રેલ્વે બોર્ડે તાત્કાલિક અસરથી 18,799 સહાયક લોકો પાઇલોટ્સ (ડ્રાઇવર્સ) ની ભરતી માટેના આદેશો જાહેર કર્યા છે. રેલ્વે બોર્ડે તમામ ઝોનલ રેલ્વેના જનરલ મેનેજરોને એક સપ્તાહમાં ડ્રાઈવરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે. રેલવેના આ નિર્ણયથી ઓવર ડ્યુટી કરતા ડ્રાઈવરો પરનો બોજ ઘટશે અને માનવીય ભૂલ (ડ્રાઈવરો)ના કારણે થતા અકસ્માતો ઘટશે.
ADVERTISEMENT
રેલવે ભરતી બોર્ડના ડિરેક્ટર-એસ્ટાબ્લિશમેન્ટ વિદ્યાધર શર્માએ મંગળવારે મોડી સાંજે આ આદેશો જાહેર કર્યા છે. આ આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 15 ડિસેમ્બર 2023ના રોજ 5696 આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) પદો પર ભરતી માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ 16 ઝોનલ રેલ્વેમાંથી ALPની વધારાની ભરતીની માંગ કરવામાં આવી હતી. તેની સમીક્ષા કર્યા પછી રેલવે બોર્ડે હવે 18,799 ALPની ભરતી કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
આ સાથે તેમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ડિયન રેલવે રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (OIRMS) રેલવે ભરતી બોર્ડ, બેંગ્લોરની મદદથી એક સપ્તાહમાં ALP ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે. નોંધનીય છે કે, રેલવેમાં લાંબા સમયથી ડ્રાઇવરોની જગ્યાઓ ખાલી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રેલ્વે બોર્ડે નવ કલાક સુધી ટ્રેન ચલાવવા માટે ડ્રાઈવરોની ફરજ નક્કી કરી છે. પરંતુ અછતને કારણે 31 ટકાથી વધુ ડ્રાઈવરોએ 10-12 કલાક સુધી ટ્રેન ચલાવવી પડે છે. આમાં આઠ ટકા ડ્રાઈવરો 12 થી 16 કલાકથી વધુ સમય સુધી ટ્રેન ચલાવી રહ્યા છે.
નિર્ધારિત કલાકો કરતાં વધુ ડ્યુટી કરે છે ડ્રાઇવરો
નાણાકીય વર્ષ 2021-22 માટે રેલવે બોર્ડની સેફ્ટી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (SIMS) મુજબ ડ્રાઇવરો નિર્ધારિત કલાકો કરતાં વધુ ડ્યુટી કરે છે. ભારતીય રેલવેમાં 68.1 ટકા રેલ્વે ડ્રાઇવરો નવ કલાક સુધી ટ્રેન ચલાવે છે. જ્યારે 17.2 ટકા ડ્રાઈવરોએ નવથી 11 કલાક, 6.2 ટકાએ 11થી 12 કલાક અને આઠ ટકા ડ્રાઈવરોએ 12 કલાકથી વધુ સમય માટે ટ્રેન ચલાવી હતી. નિયમ પ્રમાણે જ્યાં સુધી ટ્રેન ગંતવ્ય સ્થાને ન પહોંચે ત્યાં સુધી ડ્રાઇવર એન્જિન છોડી શકતો નથી. ડ્રાઈવરને 16 થી 18 કલાક કે તેથી વધુ સમય કામ કરવું પડી શકે છે.
થાક અને અનિદ્રાનો ભોગ બને છે ડ્રાઈવરો
ડ્યુટીના નિયત કલાકો કરતાં વધુ અને પૂરતી રજા ન મળવાને કારણે ડ્રાઈવરોને પૂરતી ઊંઘ આવતી નથી. તેનાથી થાક, અનિદ્રા અને માનસિક તણાવ વધે છે. જેના કારણે ડ્રાઇવરો ધ્યાન કેન્દ્રિત કરીને ટ્રેન ચલાવી શકતા નથી. ડ્રાઈવરો માટે લંચ-ડિનર કે ટોયલેટ જવાની સુવિધા નથી હોતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.