બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'આ કેમ્પસ વિશ્વને ભારતની ક્ષમતાનો અલગ પરિચય આપશે..' નાલંદા વિશ્વવિદ્યાલયના ઉદ્ઘાટન બાદ બોલ્યા PM મોદી

બિહાર / 'આ કેમ્પસ વિશ્વને ભારતની ક્ષમતાનો અલગ પરિચય આપશે..' નાલંદા વિશ્વવિદ્યાલયના ઉદ્ઘાટન બાદ બોલ્યા PM મોદી

Last Updated: 12:18 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ નરેન્દ્ર મોદી રાજગીરમાં આવેલ નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા છે અને એમને નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે.

ત્રીજી વખત પપ્રધાનમંત્રી બન્યા બાદ આજે નરેન્દ્ર મોદી બિહાર પહોંચ્યા છે અને અહીં તેઓ રાજગીરમાં સ્થિત નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે.

નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "મને ખુશી છે કે મને 3જી વખત પીએમ તરીકે શપથ લીધા પછી 10 દિવસમાં નાલંદાની મુલાકાત લેવાની તક મળી...નાલંદા માત્ર એક નામ નથી, તે ઓળખ છે, સમ્માન છે, એક મૂલ્ય છે..મંત્ર છે.. આગની લપેટો પુસ્તકોને બાળી શકે છે પરંતુ તે જ્ઞાનને નષ્ટ કરી નથી શકતી."

આગળ પીએમએ કહ્યું કે"નાલંદાનું પુનઃનિર્માણ ભારતના સુવર્ણ યુગની શરૂઆત કરવા જઈ રહ્યું છે...આ નવું કેમ્પસ, વિશ્વને ભારતની ક્ષમતા એક અલગ પરિચય આપશે"

પીએમ નરેન્દ્ર મોદી બુધવારે વહેલી સવારે વારાણસીથી સીધા નાલંદા પહોંચ્યા હતા.

અહીં પીએમ નરેન્દ્ર મોદી એક નહીં પરંતુ 17 દેશોના રાજદૂતો સાથે પહોંચ્યા હતા અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ તેમની સાથે હતા.

આ નાલંદા યુનિવર્સિટી કેમ્પસ 455 એકરમાં ફેલાયેલું છે અને ટીન બનાવવા પાછળ 1749 કરોડનો ખર્ચ થયો છે. પીએમ મોદીએ આજે આ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે અને બાદમાં તેઓ નાલંદા યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કરશે.

મૂળ નાલંદા યુનિવર્સિટી, 1,600 વર્ષ પહેલાં સ્થપાયેલી હતી અને 2016 માં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી.

Website Ad 3 1200_628

વર્ષ 2006માં રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે, બિહાર વિધાનસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે, નાલંદા યુનિવર્સિટીને પુનર્જીવિત કરવાનું સૂચન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Prime Minister Narendra Modi Nalanda University Bihar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ