બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bumper recruitment will be done on 6000 posts in Gujarat

બમ્પર ભરતી / ગુજરાતમાં 6000 પદો પર થશે બમ્પર ભરતી, હેડક્લાર્ક, જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે શરૂ કરી દેજો તૈયારી

Malay

Last Updated: 04:53 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ટૂંક સમયમાં 500 કે 1000 નહીં પરંતુ 6000 પદો પર બમ્પર ભરતી કરવામાં આવશે. મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરાશે.

 

  • રાજ્યમાં 6 હજાર જગ્યા પર થશે ભરતી 
  • ગૌણ સેવા પસંદગી મંડળ કરશે ભરતી
  • ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરાશે

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં 500 કે 1000 નહીં પરંતુ 6000 પદો પર બમ્પર ભરતી કરવામાં આવશે. હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ભરતીને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ભરતી કરવામાં આવશે.

હસમુખ પટેલ (સચિવ,ગૌણ સેવા પસંદગી મંડળ)

સપ્ટેમ્બર મહિનામાં લેવાઈ શકે છે પ્રિલિમનરી પરીક્ષા
હસમુખ પટેલે જણાવ્યું છે કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરાશે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાશે.

ગ્રુપ પ્રમાણે યોજાશે સ્પર્ધાત્મક પરીક્ષા 
તેમણે જણાવ્યું કે, 18 મેએ રાજ્ય સરકારે પરીક્ષાને લઈ નવા નિયમો અમલી બનાવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ક્લાસ 3 માટે પરીક્ષા લે છે, એમાં ગ્રુપ બનાવવામાં આવ્યા છે ગ્રુપ A અને ગ્રુપ B. આ પ્રમાણે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે. ગ્રુપ Aમાં ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર ઓફિસના ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ Bમાં ખાતાના વડાની કચેરીના જુનિયર ક્લાર્કનો સમાવેશ છે. 

2 તબક્કામાં લેવાશે પરીક્ષા
સીધી ભરતીની પરીક્ષા 2 તબક્કામાં લેવાશે. પ્રિલિમ પરીક્ષા બંને ગ્રુપ માટે કોમન જ હશે. MCQ આધારિત 100 ગુણનું પેપર રહેશે. પ્રિલિમના પરિણામ બાદ એ અને બી ગ્રુપની મુખ્ય પરીક્ષા લેવાશે. મેઈન એક્ઝામ માટે ઉમેદવારને એ, બી અથવા બંને ગ્રુપની પસંદગી કરવાની તક આપવામાં આવશે અને ફરીથી ફોર્મ ભરાવવામાં આવશે.  

ગ્રુપ Bની મેઈન પરીક્ષાનું પેપર 200 માર્ક્સનું હશે
ગ્રુપ Bની મેઈન પરીક્ષા MCQ આધારિત હશે. આ પેપર 200 માર્ક્સનું હશે તેને  120 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે.  ગ્રુપ A માટે વર્ણાત્મક ત્રણ પેપર આપવાના રહેશે. ગુજરાતીનું 100 માર્ક્સ, અંગ્રેજી 100 માર્ક અને જનરલ સ્ટડી 150 માર્ક્સનું રહેશે. આ પસંદગી યાદી બન્યા બાદ ગ્રુપ A અને B માટે ઉમેદવારનો નિમણૂક માટેના ભલામણ પત્રો આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, આમાં વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં અને આ વખતે દરેક કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે.  પરીક્ષામાં જે ઉમેદવાર હાજર રહેનારા ઉમેદવારોને પરીક્ષા ફી રિફન્ડ આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ