બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Bullying of MLA Chaitanya Singh Jhala's brother Mayur Singh Jhala

વડોદરા / ધારાસભ્યના ભાઈની લુખ્ખી દાદાગીરી! સોની વેપારીને માર્યો માર, MLAએ કહ્યું ડોન હોવાનો રૂઆબ મારે છે

Priyakant

Last Updated: 02:17 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Padra MLA Latest News: MLAના ભાઇએ જ્વેલર્સ વેપારીને માર માર્યો, MLAએ કહ્યું, મારા ભાઈની સંડોવણી જણાશે તો કાયદાથી બંધાયેલા છીએ પણ માત્ર ધારાસભ્યનાં ભાઈ છે તેના કારણે તેના દોષારોપણ થાય એ ખોટું છે

  • MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ મયુરસિંહ ઝાલાની લુખ્ખાગીરી
  • અગાઉની અદાવતમાં સોની વેપારીને માર્યો માર
  • મારા ભાઈની સંડોવણી જણાશે તો કાયદાથી બંધાયેલા છીએ-MLA 
  • માત્ર ધારાસભ્યનાં ભાઈ છે તેના કારણે તેના દોષારોપણ થાય એ ખોટું છે-MLA

Padra MLA News : રાજ્યમાં અનેક વાર રાજકીય નેતાઓ કે તેમના સગાઓની દાદાગીરી સામે આવતી હોય છે. આવી જ એક ઘટના વડોદરાના પાદરાથી સામે આવી છે. વિગતો મુજબ વડોદરાના પાદરામાં ધારાસભ્યના ભાઈની લુખ્ખાગીરી સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઇએ જ્વેલર્સ વેપારીને સમાધાન માટે બોલાવી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હવે પાદરાના ધારાસભ્યનું પણ નિવેદન આપતા કહ્યું કે, મારા ભાઈની સંડોવણી જણાશે તો કાયદાથી બંધાયેલા છીએ. 

વડોદરાના પાદરાથી MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઇએ જ્વેલર્સ વેપારીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઇએ જ્વેલર્સ વેપારીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્યના ભાઈ મયુરસિંહ ઝાલાએ વેપારી વિવેક સોનીને સમાધાન માટે બોલાવી વેપારી અને તેમના ત્રણ કારીગરોને માર માર્યો હતો. અગાઉ અદાવતને લઇ મયુરસિંહ ઝાલાએ સમાધાન માટે બોલાવી અને માર મારતા વેપારી વિવેક સોની ઇજાગ્રસ્ત બનતા સારવાર હેઠળ ખસેડાયા હતા. આ તરફ SSG હોસ્પિટલે તંત્રને જાણ કરી હતી. 

વધુ વાંચો: 14 દિવસે કેડિલાવાળી બલ્ગેરિયન યુવતીનો અતોપત્તો મળ્યો! એક મહિના પછી દુષ્કર્મ કેસમાં ફરાર રાજીવ મોદીને પકડવામાં પોલીસ નાકામ

શું કહ્યું ધારાસભ્યએ ? 
પાદરાના ધારાસભ્યના ભાઈ દ્વારા દાદાગીરી મામલે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. MLAએ કહ્યું કે, વિવેક સોની પાદરામાં ડોન હોવાનો રૂઆબ મારે છે, ગત 5 તારીખે અનેકને ફોન કરી ગાળો આપી ધમકી આપી હતી તો મારા ભાઈ હરેન્દ્રસિંહને પણ ફોન કર્યો હતો. વિવેક સોનીએ રાત્રિનાં સમયે 25 કોલ કરીને અપશબ્દો કહ્યા હતા જેથી બીજા દિવસે સવારે ફરિયાદનું કહેતા તેણે સમાધાનની વાત કરી હતી. આ ઇસમ ડોન હોવાનું કહીને કૃત્ય કરે છે અને તમામ બાબતનું કોલ રેકોર્ડ છે. આ સાથે તેમને કહ્યું કે, અગાઉ પણ આવું કરી સમાધાન કર્યું હતું. મારા ભાઈની સંડોવણી જણાશે તો કાયદાથી બંધાયેલા છીએ પણ માત્ર ધારાસભ્યનાં ભાઈ છે તેના કારણે તેના દોષારોપણ થાય એ ખોટું છે. વિવેક સોની વારંવાર આ કૃત્ય કરવા ટેવાયેલા છે. આ બાબતે મારા ભાઈ પાદરા પોલીસ મથક ફરિયાદ કરવા જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ