બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / After a month, police failed to catch absconding Rajiv Modi in rape case

તપાસનું નાટક / 14 દિવસે કેડિલાવાળી બલ્ગેરિયન યુવતીનો અતોપત્તો મળ્યો! એક મહિના પછી દુષ્કર્મ કેસમાં ફરાર રાજીવ મોદીને પકડવામાં પોલીસ નાકામ

Priyakant

Last Updated: 01:49 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cadila Rajiv Modi Case Latest News: બલ્ગેરિયન યુવતીએ કેડિલાના CMD રાજીવ મોદી સામે ફરિયાદ કર્યા બાદ ખુદ રાજીવ મોદી ગાયબ, દુષ્કર્મની ફરિયાદ કરનાર બલ્ગેરિયન યુવતી ગાયબ થયા બાદ 14 દિવસે ભાળ મળી

  • કેડિલાના CMD રાજીવ મોદી દુષ્કર્મ કેસની પીડિતાની 14 દિવસે ભાળ મળી  
  • દુષ્કર્મ કેસમાં ફરાર કેડિલાના CMD રાજીવ મોદીને પકડવામાં પોલીસ નાકામ
  • પીડિત બલ્ગેરિયન યુવતી તો વતનમાં પણ રાજીવ મોદી ક્યાં? 

Cadila Rajiv Modi Case : જાણીતી ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તે તો તમે જાણતાં જ હશો. આ કેસમાં એક વાત એવી પણ સામે આવી હતી કે, બલ્ગેરિયન યુવતી 13 દિવસથી અચાનક ગુમ થઈ ગઈ છે. જોકે હવે સામે આવ્યું છે કે, આ યુવતી પોતાના વતનમાં જતી રહી છે. આ અંગે ખુદ પોલીસે જ ખુલાસો કર્યો છે. આપણે જો થોડું ઊંડાણપૂર્વક જાણીએ તો બલ્ગેરિયન યુવતીએ કેડિલાના CMD રાજીવ મોદી સામે ફરિયાદ કર્યા બાદ ખુદ રાજીવ મોદી ગાયબ થઈ ગયા છે. જોકે પોલીસનું કહેવું છે કે, તે રાજીવ મોદીને શોધી રહી છે પણ હજી સુધી કોઈ સફળતા મળી નથી. જે બાદમાં એવું સામે આવ્યું છે. દુષ્કર્મની ફરિયાદ કરનાર બલ્ગેરિયન યુવતી જ ગાયબ થઈ ગઈ છે પણ આજે અચાનક વિગતો મળી કે યુવતી તેના વતનમાં જતી રહી છે. આ બધાની વચ્ચે એક મહિના બાદ પણ દુષ્કર્મ કેસમાં ફરાર કેડિલાના CMD રાજીવ મોદીને પકડવામાં પોલીસ નાકામ હોવાની સ્થિતિ ઊભી થઈ છે. 

અનેક ચર્ચાઓ વચ્ચે 14 દિવસે પીડિતાની ભાળ મળી 
કેડિલાના CMD રાજીવ મોદી દુષ્કર્મ કેસની બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ જતાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. જે બાદમાં હવે છેક 14 દિવસે બલ્ગેરિયન યુવતીની ભાળ મળી છે. મહત્વનું છે કે, અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, ફરિયાદી યુવતી પોતાના વતન પરત જતી રહી છે. જોકે હવે યુવતી બલ્ગેરિયા પરત જતી રહી હોવાની પોલીસે આજે સ્પષ્ટતા કર્યા બાદ હવે આગામી દિવસોએ શું થાય છે તે જોવું રહ્યું. 

અમદાવાદની ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. અહીં મહત્વનું છે કે, આ ફરિયાદ નોંધાવવા માટે યુવતીએ છેક હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા. જે બાદમાં હાઇકોર્ટે ફરિયાદ કરવાનો હુકમ કરતાં અંતે સોલા પોલીસ મથકમાં કેડિલાના CMD રાજીવ મોદી અને કેડિલાના HR મેનેજર જોન્સન મેથ્યુ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદમાં કેસની તપાસ તો શરૂ થઈ અને જોઇન્ટ કમિશનર ચિરાગ કોરડિયાને પીડિત યુવતીએ 17થી 24 જાન્યુઆરી વચ્ચે નિવેદન આપવાનું હતું. જોકે બન્યું એવું કે, પીડિત બલ્ગેરિયન યુવતી જ્યારે 18 જાન્યુઆરીના રોજ તેના વકીલ સાથે પોલીસ અધિકારીને નિવેદન આપવા જવાની હતી તે દિવસે તપાસ અધિકારી વિભાગના કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું નહોતું. આ તરફ આ પીડિત યુવતી ફરી નિવેદન નોંધાવે તે પહેલા જ તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. જે બાદ 14 દિવસે આજે યુવતી તેના વતનમાં એટલે કે બલ્ગેરિયા જતી રહી હોવાનું ખૂલ્યું છે. 

રાજીવ મોદીના ફાર્મહાઉસના સ્ટાફ-કર્મચારીઓનાં નિવેદન તો લીધા પણ..... 
ગુજરાત હાઇકોર્ટના કેડિલાના CMD રાજીવ મોદી રાજીવ મોદી સામે ફરિયાદ દાખલ કરવાના હુકમ બાદ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદમાં પોલીસે કેડિલાના CMD રાજીવ મોદીના છારોડી ખાતે આવેલ ફાર્મહાઉસના સ્ટાફ અને કર્મચારીઓનાં નિવેદન લીધાં હતા. જોકે રાજીવ મોદીનો કોઈપણ સંપર્ક થઈ શક્યો નહોતો. આ કેસમાં પીડિત યુવતી પણ અચાનક ગાયબ થઈ જતાં હવે પોલીસ પણ ઊંડાણપપૂર્વક તપાસમાં લાગી હતી. પણ હવે યુવતીની ભાળ મળતા આગામી દિવસેએ શું થાય છે તે જોવું રહ્યું. 

File Photo

કેડિલાના HR મેનેજર જોન્સન મેથ્યુ પણ છે આરોપી 
કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તેમાં આરોપી તરીકે કેડિલાના HR મેનેજર જોન્સન મેથ્યુનું નામ પણ છે. પોલીસે જોન્સન મેથ્યુને પૂછપરછ માટે 2-2 વાર નોટિસ આપીને બોલાવ્યો પણ તેણે બંને વાર સમયની માંગ કરી હતી. જે બાદ હવે પોલીસે જોન્સન મેથ્યુનેને બોલાવીને પૂછપરછ કરી તેનું નિવેદન નોંધ્યું છે.  

File Photo

શું કેડિલાના CMD રાજીવ મોદી વિદેશમાં છે ? 
કેડિલાના CMD રાજીવ મોદી કેસમાં પીડિત યુવતી અચાનક ગાયબ થઈ જતાં અનેક ચર્ચાઓને વેગ મળ્યો હતો. પણ હવે યુવતી તેના વતન બલ્ગેરિયામાં હોવાનું પોલીસનું કહેવું છે. છે. આ બધાની વચ્ચે હવે એક વાત એવી પણ છે કે, રાજીવ મોદી હજી સુધી ક્યાં છે તેને લઈ કોઈ વિગતો મળી નથી અને પોલીસ તેમને પકડવામાં નાકામ બની છે. આ સાથે રાજીવ મોદી વિદેશમાં હોવાની પણ ચર્ચા છે.

વધુ વાંચો: નોકરીના દાબમાં અડપલાં કરી છારોડીના ફાર્મમાં હવસ સંતોષી! કેડિલા ફાર્માના માલિક પર દુષ્કર્મનો આરોપ, ફરિયાદ થતાં હડકંપ

હ્યુમન ટ્રાફિકિંગ અને સેક્સ રેકેટના આરોપો 
આ કેસ હવે દિવસેને દિવસે અનેક નવા રાજ ખોલી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ કેસમાં સાક્ષી બની શકે એવો યુવતીનો મિત્ર જેમી અને યુવતી બંને મળીને યુનાઇટેડ નેશન્સમાં રાજીવ મોદી સામે ફરિયાદ દાખલ કરવાની કોશિશ કરી રહ્યાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ ફરિયાદમાં તેઓ કેડિલા ફાર્માના CMD રાજીવ મોદી અને HR મેનેજર જોન્સન મેથ્યુઝ પર હ્યુમન ટ્રાફિકિંગ અને સેક્સ રેકેટ ચલાવવાના આરોપો મૂકવાના હોવાનું ચર્ચાતા હડકંપ મચી ગયો છે. આ તરફ એક વાત એવી પણ છે કે, ગાયબ થતાં પહેલાં યુવતીએ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરવા એફિડેવિટ ફાઇલ કરી હતી, જેમાં તેણે પોતાના કેસની તપાસ કોઇ સેન્ટ્રલ એજન્સીને સોંપવામાં આવે એવી માંગ કરી હતી. આ બધાની વચ્ચે બલ્ગેરિયન યુવતીનું અચાનક ગાયબ થઈ જવું અને હવે મળી જવું તો વળી રાજીવ મોદીનું પણ કોઈ અપડેટ સામે ન આવતા હવે પોલીસ દોડતી થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ