બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Accusation on the owner of Cadila Pharma of threatening to rape in the name of job

અમદાવાદ / નોકરીના દાબમાં અડપલાં કરી છારોડીના ફાર્મમાં હવસ સંતોષી! કેડિલા ફાર્માના માલિક પર દુષ્કર્મનો આરોપ, ફરિયાદ થતાં હડકંપ

Kishor

Last Updated: 06:07 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેડિલા ફાર્માના મેનેજીગ ડીરેક્ટર ડૉ. રાજીવ મોદી વિરૂદ્વ પર્સનલ આસીટન્ટ દ્વારા બળાત્કાર, છેડતી અને ધમકીના ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે

 

  • કેડિલા ફાર્માના મેનેજીગ ડીરેક્ટર ડૉ. રાજીવ મોદી વિરૂદ્વ ફરિયાદ
  • પર્સનલ આસીટન્ટ દ્વારા બળાત્કાર, છેડતી અને ધમકીના ગંભીર આક્ષેપ 
  • 'રૂમમાં સૂતી હતી ત્યારે અડપલાં કર્યા અને પછી..'

કેડિલા ફાર્માના સીએમડી ડૉ. રાજીવ મોદી વિરૂદ્વ  તેમની પર્સનલ આસીટન્ટ તરીકે અગાઉ કામ કરતી બલ્ગેરિયન યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં તેને કેડિલામાં નોકરી મળી તે દરમિયાન રાજીવ મોદી ઉદેપુર,જમ્મુ જેવા સ્થળોએ લઇ જતા ત્યારે અવારનવાર લોકોની હાજરીમાં અણછાજતુ વર્તન કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જે વાતથી યુવતી નારાજ થઇ જતા તેણે વિરોધ કર્યો હતો. પણ રાજીવ મોદી તેને કહેતા હતા કે જો નોકરી કરવી હોય તો બાંધછોડ કરવી પડશે.

આ ઉપરાંત, 22 ફેબ્રુઆરીથી 26મી માર્ચ દરમિયાન તેની સાથે છારોડીમાં આવેલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ વાત કોઇને કહેશે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. એટલું જ નહિ યુવતીએ આક્ષેપ કર્યો છે કે તે રૂમમાં સૂતી હોય ત્યારે પણ રાજીવ મોદી તેની સાથે અડપલા કરીને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

રાજીવ મોદીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો

જો કે યુવતીએ આ અંગે કેડિલા ફાર્માના એચ આર મેનેજર જહોંશન મેથ્યુને જાણ કરી ત્યારે તેમણે પણ યુવતીને નોકરી માટે આ મામલે સમાધાન કરવા કહ્યું હતુ. જેથી કંટાળીને યુવતીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પરંતુ, પોલીસે આ અંગે કાર્યવાહી કરવાને બદલે રાજીવ મોદીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કેસમાં મહિલા પોલીસસ્ટેશનના એસીપી વિરૂદ્વ પણ પિડીત મહિલાએ ગંભીર આરોપો મુક્યા હતા.

રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો

યુવતી કેસમાં તપાસ ન થતી હોવાથી યુવતીએ ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. યુવતીએ રજૂઆત સાથે તમામ પુરાવા પણ રજૂ કર્યા હતા. જે બાબતને ગંભીરતાથી લઇને ગુજરાત હાઇકોર્ટે આઇપીએસ કક્ષાના અધિકારીને આ મામલે તપાસ કરીને રિપોર્ટ સબમીટ કરવા તાકીદ કરી હતી. તેવામાં ગુજરાત હાઇકોર્ટે ગુનો નોધવા માટે સુચના આપતા સોલા પોલીસે આઇપીસીની કલમ 376, 354, 504 અને 506,323 મુજબ રાજીવ મોદી અને જહોંશન મેથ્યુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા હવે રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેવી શક્યતા છે.

પુરાવા એકત્રિત કરીને રાજીવ મોદી અને અન્ય આરોપીની ધરપકડ થશે
આ કેસમાં પુરાવા એકત્રિત કરી તપાસ કરશે. યુવતીની ફરિયાદ લીધા બાદ તેણે આપેલા પુરાવા તપાસ માટે મહત્વના રહેશે. જેમાં ઇ-મેઇલ, મેસેજીસ અને ડોક્યુમેન્ટ સહિતના પુરાવાઓ પર પોલીસ તપાસ કરશે..યુવતીને વિઝાને લઇને કરેલા આક્ષેપો બાબતે પણ હવે તપાસ કરાશે.સાથે જ પુરાવા એકત્રિત કરીને રાજીવ મોદી અને અન્ય આરોપીની ધરપકડની કાર્યવાહી કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ