બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / builders strike today all over india

સમર્થન / સ્ટિલ-સિમેન્ટના ભાવ વધારા સામે બિલ્ડરોની દેશવ્યાપી હડતાળના પગલે ગુજરાતમાં આજે બાંધકામ ઠપ

Published By: Divyesh

Last Updated: 08:40 AM, 12 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતમાં બિલ્ડર અને કોન્ટ્રાકટરો વિરોધ કરી કલેકટર કચેરીએ આવેદન પત્ર આપશે.

  • સુરતમાં બિલ્ડર એસોસિએશનની એક દિવસની હડતાળ
  • બિલ્ડર એસોસિએશનની દેશવ્યાપી હડતાળને રાજકોટનું સમર્થન
  • રાજકોટમાં 700 સાઈટ ઉપર બાંધકામ ઠપ રહેશે

સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં વધારો થતાં ઘરનું ઘર મોંઘુ બની શકે છે. ભાવ વધારો નહીં અટકે તો મકાનના ભાવમાં 15-20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સિમેન્ટ અને સ્ટીલ કંપીનીઓએ કોર્ટેલ કરીને ભાવ વધારો કર્યો હોવાની ફરિયાદો ઉઠી છે. 

રાજકોટમાં 700 સાઇટ ઉપર બાંધકામ ઠપ

સ્ટીલ-સિમેન્ટના ભાવ વધારા સામે આજે બિલ્ડરોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. જેને લઇને રાજકોટમાં આજે 700 સાઇટ ઉપર બાંધકામ ઠપ રહેશે. આમ શહેર બિલ્ડર એસોસિએશન પણ હડતાળ માટે અડગ જોવા મળ્યું. 

સુરતમાં બિલ્ડર એસોસિએશનની એક દિવસની હડતાળ

સુરતમાં પણ બિલ્ડર એસોસિએશ દ્વારા આજરોજ એક દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સુરતમાં CREDAI દ્વારા દેશવ્યાપી હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે. જેને લઇને કલેકટર કચેરી પાસે વિરોધ કર્યા બાદ આવેદનપત્ર આપવામાંઆવશે.

બિલ્ડરો દ્વારા બાંધકામ મટીરીયલના ભાવ વધારા સામે વિરોધ દર્શાવામાં આવશે. CREDAIના મતે મકાનોની કિંમતમાં 15થી 20 ટકાનો વધારો કરવો પડશે. સુરતમાં આજે તમામ સાઇટ પર બાંધકામ બંધ રાખવામાં આવશે. 

સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં સતત વધારાના કારણે તમારું ઘરના ઘરનું સ્વપ્ન રોળાઈ શકે છે. રિયલ એસ્ટેટ ડેવલપરોએ જણાવ્યું છે કે, લોકડાઉન બાદ જે પ્રકારે સતત સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો થયો છે. તે હવે નહીં અટકે તો મકાનો, દુકાનો અને ઓફિસના ભાવમાં 15-20 ટકાનો વધારો થશે એ નક્કી છે. સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓએ કાર્ટેલ કરીને ભાવમાં વધારો કર્યો હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેના અંગે સરકારે કોઇ પગલાં ના લેતાં ડેવલપરોએ આજે એક દિવસની પ્રતિક હડતાળનું એલાન આપ્યું છે.
 


છેલ્લાં વર્ષોમાં મકાનોના ભાવ ધીમી ગતિએ સતત વધતાં રહ્યા છે. જોકે, હાલમાં ભારતમાં વ્યાજદર ઐતિહાસિક નીચી સપાટીએ છે તેથી હોમ લોન સસ્તી છે અને અનેક લોકો પોતાનું ઘરનું ઘર ખરીદવા માટે આયોજન કરી રહ્યા છે. ભારત સરકારે પણ હાઉસિંગ ફોર ઓલનું ધ્યેય નક્કી કર્યું છે. એફોર્ડેબલ મકાનો માટે ખાસ પ્રોત્સાહક યોજનાઓ પણ જાહેર કરી છે. પરંતુ બાંધકામ ખર્ચમાં છેલ્લાં કેટલાક મહિનાઓમાં જે વધારો થયો છે. તે હવે કદાચ આ તમામ લાભ કરતાં વધારે નુકસાન કરશે. મકાનોના ભાવમાં વધારો થશે તો સામાન્ય વર્ગ માટે પોતાનું ઘર બનાવવું દોહ્યલું બનશે.
 



સિમેન્ટ અને સ્ટીલની કંપનીઓએ કાર્ટેલ કરીને ભાવ વધારો કર્યો હોવાનો ડેવલપરોનો આરોપ છે. સરકાર દ્વારા આ ભાવ પર અંકુશ મૂકતાં પગલાં લેવામાં આવે એવી માંગ હવે રિયલ એસ્ટેટ સેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે. કૃષિ બાદ સૌથી મોટા પ્રમાણમાં રોજગારી આપતાં બાંધકામ ઉદ્યોગ પર સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધારાની નકારાત્મક અસર થઇ છે. સાથોસાથ ડિઝલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે તેના કારણે પણ મટિરિયલ કોસ્ટ વધી રહી છે. ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરનું વાર્ષિક ટર્નઓવર લગભગ રૂ. 80,000 કરોડ છે અને રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અંદાજે 40 લાખ કામદારોને રોજગારી આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Builders gujarat strike ગુજરાત બિલ્ડર્સ હડતાળ Builders

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ